Gujarat વિધાનસભામાં દર મંગળવારે Paresh Dhanani ભરશે જનતા દરબાર

0
1895
Gujarat Assembly Janta Darbar Organise Every Tuesday By Clp Paresh Dhanani

Gujarat વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હવેથી દર મંગળવારે વિધાનસભા કાર્યાલયમાં જનતા દરબાર ભરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દર મંગળવારે વિધાનસભા વિપક્ષના કાર્યાલયમાં કોઈપણ વ્યકિત કે કાર્યકર તેમના પ્રશ્નો સાથે તેમને એપાઈનમેન્ટ વિના મળી શકશે.તેમજ તેમની પાસે આવેલા પ્રશ્નોનો સરકાર સમક્ષ મૂકીને તેનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.આ નિર્ણયથી વિપક્ષ કોંગ્રેસ તેની આક્રમક અને પ્રજાલક્ષી ભૂમિકા ભજવવામાં સફળ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

જો કે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આ નિર્ણયના પગલે જે રીતે સરકાર લોકોના પ્રશ્નોને સાંભળવા માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ચલાવે છે. તેમજ તેમાં આવતા પ્રશ્નોના ઉકેલ માટે તાકીદ કરવામાં આવે છે. તેવી જ રીતે દર મંગળવારે વિપક્ષ કોંગ્રેસે પણ તેમની પાસે આવતા પ્રશ્નો સરકારને અને જે તે વિભાગને મોકલીને તેના ઉકેલ માટે સકારાત્મ્ક પ્રયાસ કરશે. જેના પગલે સરકારને પેરેલેલ એક ફરિયાદ નિવારણ ઓથીરીટીની જેમ જ વિપક્ષ પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પૂર્ણ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં વિરોધપક્ષ સત્તાપક્ષ ઉપર હાવી રહ્યો અને અનેક બાબતોમાં સત્તાપક્ષને પીછેહઠ કરાવીને મજબૂત વિરોધપક્ષ તરીકે પ્રજાનું સન્માન મેળવી ગયો. પ્રજામાં વિશ્વાસ પણ જગાવ્યો કે પ્રજાના નાણાંની ગેરરીતિઓને અટકાવી શકે તેવો આ વિરોધપક્ષ છે.

કોંગ્રેસપક્ષમાં વધુ પ્રમાણમાં નવા ધારાસભ્યો ચુંટાયા હોવા છતાં ૧૪મી વિધાનસભાના પ્રથમ બજેટ સત્રમાં એક ટીમ બની સરકારના દરેક વિભાગોની તમામ માહિતીઓથી પરિચિત થઈ, સરકારના વાહવાહીના આંકડાઓ સામે સાચા આંકડાઓથી સામનો કરી, સાચી વાત પ્રજા સમક્ષ લાવીને પોતાની જવાબદારીઓ નિભાવી છે.

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખૂબ જ અભ્યાસપૂર્ણ તૈયારી સાથે બજેટની તમામ માંગણીઓમાં સરકારના ખોટા ખર્ચાઓની બાબતને ઉજાગર કરી સરકારને બચાવ પક્ષે મૂકી પોતાને એક અભ્યાસુ, આક્રમક અને પ્રજાના સાચા નેતા તરીકે સાબિત કર્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY