Gujarat માં ભાજપે ભ્રષ્ટાચારને છુપાવવા મગફળીના ગોડાઉનમાં આગનું ષડયંત્ર રચ્યું: Paresh Dhanani

0
3266
Gujarat Bjp Conspiracy To Hide Corruption In Groundnut Purchase Create Fire Drama In Godown Allage CLP Paresh Dhanani

Gujarat માં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળી ટેકાનાં ભાવે ખરીદી મહા કૌભાંડ આચરી કરોડો ધર ભેગા કરીને ભાજપ સમર્થક સહકારી સંસ્થાઓ અને ભાજપનાં ગોડાઉન ભાડે આપનારા ગોડાઉનોમાં માટી-ઢેફા અને નબળી ગુણવત્તાવાળી મગફળી ઠાલવી, ચૂંટણીઓ વિત્યે ચૂંટણી વખતમાં આચરેલો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલા માટે પહેલા ગાંધીધામ પછી ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગરનું હાપા હવે મુખ્યમંત્રીશ્રીના વિસ્તારમાં મગફળી સળગાવી દેવાઇ. સરકારી તંત્ર સામે પગલા લેવાને બદલે ગોડાઉન માલીક સામે પગલા લેવાઇ રહયા છે.

રાજયમાં સળંગ રર વર્ષથી શાસન કરતી ભાજપની સરકાર એ ખેડૂત વિરોધી નિતીનાં કારણે સમગ્ર રાજયનાં ખેડૂતો આજે દેવાદાર બન્યા છે. ચુંટણી સમયે નારાજ ખેડૂતોને ભોળવવા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો કાર્યક્રમ વ્હાલા દવલાની નિતી સાથે સમગ્ર ગુજરાતમાં લાગુ કર્યો, ૩૩ લાખ મેટ્રીક ટન અંદાજીત ઉત્પાદન સામે માત્ર ૭ લાખ ૩૧ હજાર મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં અને ખરીદીમાં પણ કિન્નાખોરી-રાજકીય ભેદભાવ સાથે પ્રતિ મણ રૂા.પ૦ નું બારોબાર કમિશન લઇ નબળી ગુણવત્તાવાળી મગફળી સરકારી ગોડાઉનોમાં ઠાલવવામાં આવી. તે પૈકી મોટા ભાગની સળગાવી દેવાઇ અને વહાલાઓ કમાઇ ગયા પરંતુ જે ખેડૂતોએ મગફળી વેચી હતી તેઓને પાંચ મહિના બાદ પણ ચુકવણુ઼ કરવામાં આવ્યું નથી.

ગુજકોટ, ગુજરાત કોટન, સંસ્થાન દ્વારા ખરીદીને ગુજકોમાસોલે વધુ ૭૭ હજાર મેટ્રીક ટન બનાસ ડેરીને નોડલ એજન્સી બનાવી ખરીદવામાં આવી. ચૂંટણી પહેલા ૭/૧ર ઉતારા સાથે ખેડૂતોને લાઇનમાં ઉભા રાખીને રજીસ્ટ્રેશન કર્યુ છે. પરંતુ ખેડૂતોનો ઉત્પાદીત માલ ખરીદવામાં ગલ્લા-તલ્લા થયા છે. ચૂંટણીઓ પુરી થઇ હવે ખેડૂતોને ભગવાન ભરોસે મુકી દીધા છે.

વિધાનસભામાં વિરોધપક્ષની આક્રમક રજુઆતનાં કારણે તપાસનાં મુળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા તત્કાલિન રાજકોટના કલેકટર એ ગુનાના મુળ સુધી પહોંચવાના હતા ત્યારે સત્તામાં બેઠેલા લોકો સત્ય બહાર ન આવે તે માટે સત્ય ઉજાગર નહી કરવાનો ખીતાબ જુનીયર અધિકારીને અમદાવાદ જેવા જીલ્લાના કલેકટર બનાવી પ્રમોશન આપવામાં આવ્યું. આ કાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. ઇમાનદાર અધિકારીઓ તપાસ ઇમાનદારીથી તપાસ કરશે તો મોટા માથાઓનું સરનામું જેલ હશે.

ધાનાણીએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં બનાસકાંઠામાં મહાપુર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો, છતાં આ કૌભાંડીઓએ બનાસકાંઠામાંથી મગફળી ખરીદીનાં બિલો બનાવ્યા. સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે બનાસકાંઠામાં મગફળી આવી કયાંથી? ખરેખર તો નબળી ગુણવત્તાવાળી ધુળ ઢેફાવાળી મગફળી મોટા માથાઓના ગોડાઉનોમાં તૈયાર કરીને રાખવામાં આવી હતી. જયારે સાચા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી નથી. અહીં ભય વગર આયોજનબધ્ધ કૌભાંડ થયું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY