ભાજપ સરકારે પાટીદારો સાથે અનામત મુદ્દે અન્યાય કર્યો હોવાનો ગણગણાટ શરૂ

0
2229
Will Gujarat Bjp Governement Done Unjistice To Patidar On Reservation Issue

ગુજરાતમાં ભાજપ સરકારે પતીદારોને અનામત મુદ્દે લોલીપોપ આપી હોવાનો આભાસ ખુદ ભાજપની સરકારે જ કરાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર સરકારે અનામત આયોગના રીપોર્ટ બાદ મરાઠાઓને એસઈબીસીમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ મુદ્દે કેબીનેટમાં તાત્કાલિક નિર્ણય કરીને તેના અમલ માટે કમિટીની પણ રચના કરી લીધી છે.

તેવા સમયે ગુજરાતમાં ભાજપ સરકારે છેલ્લા ચાર વર્ષોથી પાટીદારોની અનામતની માંગણી અંગે સર્વે કરાવવાની પણ તસ્તી લીધી નથી. જે ભાજપ સરકારની બેધારી નીતિ દર્શાવે છે. જેમાં ભાજપ સરકારે આનંદી બહેન પટેલ મુખ્યમંત્રી હતા તે સમયે જ આર્થિક અનામતની જાહેરાત કરી હતી પરંતુ તેના અમલ પૂર્વે જ હાઈકોર્ટે તેને કાયદાની પ્રકિયાને અનુસાર અનામત જાહેર ના કરતા તેને રદ કરી દીધી હતી. હાલમાં આ મુદ્દે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનવણી હજુ પેન્ડીગ છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર વારંવાર એવી રજુઆત કરતી હતી કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ કુલ ૫૨ ટકાથી વધારે અનામત આપી શકાય તેમ નથી. તેમજ અનામત કેટેગરી સિવાયની અન્ય જાતી માટે સરકારે તેની બાદ સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી હતી.જેમાં ૬ લાખ રૂપિયાની નીચી આવક ધરાવતા લોકોને સરકાર શિક્ષણમાં ૫૦ ટકા ફી માફીની યોજના દાખલ કરી હતી. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે બિન અનામત આયોગની પણ રચના કરી છે અને તેમાં પણ બિનઅનામત સમુદાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

જો કે આ બધા વચ્ચે રાજય સરકારે પાટીદારોને અનામત આપવાના મુદ્દે કયારેય ગંભીરતા દાખવી નથી તે પણ એક સત્ય હકીકત છે. તેમજ આ અંગે પણ સરકાર હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે.તેવા સમયે ભાજપ સરકારે અનામત મુદ્દે પાટીદારો સાથે અન્યાય કર્યો હોવાનો મુદ્દો પણ ચર્ચા પણ આવ્યો છે.

આ અંગે પાટીદારો અનામત મુદ્દે સરકાર તરફથી હંમેશા જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વાવલંબી યોજના ચાલુ છે. ઈબીસી ને હાઈકોર્ટ પડકારવામાં આવ્યો હતો. આ કાયદો વિધાનસભામાં પસાર કર્યો હતો. જેને હાઈકોર્ટે રદ કર્યો છે. ગુજરાત સુપ્રિમ કોટે અરજી કરી છે. આ કેસ સુપ્રિમમાં પેન્ડીગ છે. રાજસ્થાન,મહારાષ્ટ્ર સરકારે અનામત આપવાના પ્રયાસ કર્યા છે. તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે રદ કર્યા છે. જયરે મહારાષ્ટ્રના ઓબીસી પંચનો અહેવાલ સીએમને આપવામાં આવ્યો છે. જેમાં મરાઠાઓનો સર્વે કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આવા પંચ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારને તે અહેવાલ મોકલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પંચે ભલામણ કરવાની વાત કરી છે. મહારાષ્ટ્રમાં જે પ્રક્રિયા થશે તેની પર ધ્યાન રાખવામાં આવશે. તેની પણ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.આ બંધારણીય પ્રક્રિયા છે. તેથી જ સૂચિત કર્યું છે. જે પંચ સર્વે કરીને અભિપ્રાય આપે તે મુજબની ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રકિયા ચાલી રહી છે. પંચે કોઈ અહેવાલ આપ્યો નથી.

આ તમામ બાબતો પરથી એક બાબત તો સાબિત થઈ છે કે ભાજપની જ બે સરકાર વચ્ચેના વિરોધાભાસ નિર્ણયથી લોકોમાં આક્રોશ ઉભો થયો છે. જેમાં ભાજપે મહારાષ્ટ્ર મરાઠાઓને કાયદાકીય રાહે અનામત આપી દીધી છે. જયારે ગુજરાતમાં ભાજપની સરકારે પાટીદારો સાથે અન્યાય કરીને તેમને અનામતથી દુર રાખ્યા એટલું જ નહીં પરંતુ તેમને અનામતની લોલીપોપ ચોક્કસ આપી દીધી છે. જેના પ્રતિક્રિયા ગુજરાતમાંભાજપ સરકારે આગામી દિવસોમાં સહન કરવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY