Gujarat માં દલિત યુવાનની ધોડો રાખવા બદલ થઈ હત્યા, ભાજપ સરકાર ભીંસમાં

0
3574
Gujarat Bjp Government In Trouble Dalit Youth Killed Due To Purchase Of Horse

Gujarat ના ભાવનગર જીલ્લામાં એક દલિત યુવકની ધોડા ખરીદવાના પગલે ઉચ્ચ જાતીના લોકોએ તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના ઉમરાલા તાલુકાના ટીંબી ગામની છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ભાવનગર શહેરથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં ૨૧ વર્ષીય દલિત યુવાન પ્રદીપ રાઠોડની ઘોડી રાખવાના મુદ્દે હત્યા કરી દેવામાં આવી છે. આ યુવકની હત્યા ૨૯ માર્ચની રાત્રે કરવામાં આવી હોવાની આશંકા છે. જેમાં પ્રદિપ રાત્રે પિતા સાથે ભોજન કરશે તેમ કહીને ધોડી લઈને ગામમાં ફરવા ગયો હતો. જો કે તે મોડી રાત સુધી પરત આવ્યો ન હતો બાદમાં ગામના ટીંબા પાસેથી ઘોડી અને તેનો મૃતદેહ મળ્યો હતો.

આ અંગે જણાવતા પ્રદિપના પિતા કાલુભાઈ રાઠોડે જણાવ્યું કે જયારે પ્રદિપ ગુરુવારે મોડી રાત્રે ઘરે પરત ના ફર્યો ત્યારે તેની ચિંતા થઈ હતી. તેથી અમે તેની શોધખોળ શરુ કરી હતી.તેવા સમયે ખેતર જવાના રસ્તા પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે થોડી વારમાં ઘોડાનું પણ મૃત્યુ નીપજ્યું છે.

આ દલિત યુવાનની હત્યા પાછળનું કારણ તેણે બે મહિના પહેલા ખરીદેલો ધોડો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ દલિત યુવાને ધોડો ખરીદયા બાદ તેમના ગામમાંથી અને બીજા ગામમાંથી પણ તેને ધમકી આપવામાં આવી રહી હતી. જો કે તેની બાદ પ્રદિપે ધોડો વેચવાની વાત પણ કરી હતી. પરંતુ તેના પિતા કાલુભાઈએ તેને વેચવાની ના પાડી હતી.

જો કે હત્યા બાદ પ્રદિપના શબને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે. જો કે પરિવારજનોએ કહ્યું છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે મૃતદેહનો સ્વીકાર નહીં કરે. જો કે આ હત્યા બાદ ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ છે.

જ્યારે આ ઘટના અંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ભાવનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને ભાવનગર કલેક્ટરને સ્થળની જાત મુલાકાત લઈને તાત્કાલિક રીપોર્ટ આપવા અને જવાબદાર લોકોને પકડવાની સૂચના આપી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY