ગુજરાતમાં લોકરક્ષકનું પેપર લીક થયા બાદ સોશિયલ મીડિયા પર ઉડી સરકારની મજાક

0
1359
Gujarat Bjp Government In Trouble On Social Media After Lokrakshak Exam Paper Leak

ગુજરાતમાં રવિવારે યોજાનારી લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા મોફૂફ રાખવામાં આવી હતી. જો કે આ પરીક્ષામાં નવ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. તેમજ પરીક્ષા શરુ થતાં પૂર્વે જ રદ કરવામાં આવી હતી. જેના લીધે આ ઉમેદવારોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો.

તેમજ તેના લીધે જ સોશિયલ મીડિયા પર એક્ટીવ તેવા ઉમેદવારો અને તેમના સગાસંબધીઓ અનેક સ્થળોએ સરકારની નિષ્ફળતાને લઈને અલગ અલગ રીતે કટાક્ષ અને રમુજ કરી હતી. જેના લીધે સોશિયલ મીડિયા પર થયેલી આ મજાક સમગ્ર દિવસ દરમ્યાન ટોક ઓફ ધ સ્ટેટ બની હતી. આવી જ કેટલી રમુજ અને કટાક્ષ આ મુજબ છે.

પેપર નથી ફૂટ્યું, ગુજરાતના યુવાનોનું નસીબ ફૂટ્યું છે.

આઠ લાખ મૂરતિયાની જાન શાળાના ગેટથી પરણ્યા વગર જ પાછી ફરી, સરકારે છેતર્યા,

નવસારીમાં જે પરીક્ષા આપવા ગયા હોય તે મગજ ઠંડું કરવા સીધા દમણ ઉપડી જાવ

લોક રક્ષકની ભરતી પહેલાં પેપર રક્ષકની ભરતી કરવામાં આવે. – લોક લાગણી

એક વર્ષમાં સૌથી વધુ મગફળી સળગાવ્યા પછી એક વર્ષમાં સૌથી વધુ પેપર ફોડવાનો રેકોર્ડ બનાવતી ભાજપ સરકાર

પેપર કાચનું હતું એટલે ફૂટી ગયું, મોદીજી હવે સ્ટીલનું પેપર લાવશે

પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ છેવટે પોલીસનો જ માર ખાધો, ઠેરઠેર લાઠીચાર્જ અને લાફા‌વાળી.

ગુજરાતનું વ્યાપમ કૌભાંડ એટલે પેપર ફૂટવાનો ક્રમ

લો..બોલો ભાઈ પેપર ત્રણ વાગે હતુ અને જવાબો ૧ વાગે આવી ગયા..વિકાસ ગાંડો થયો છે

લોકરક્ષકની ભરતી પહેલા પેપર રક્ષકની ભરતી કરાય

પેપર છે કે પાઇપ લાઇન વારંવાર લીક થાય છે

જેની સરકાર ફૂટેલી હોય ત્યાં પેપર જ ફૂટવાના

વહુ વગરની જાન પાછી હેડી- લોક રક્ષક ભરતી

ગુજરાતમાં પોલીસ ભરતીની મોકડ્રીલ યોજાઈ

૯ લાખ પોલીસે પોલીસ બનતા પહેલા જ ચોરી પકડી પાડી

વિશ્વમાં સૌથી વધુ પરીક્ષાના પેપર ક્યાં ફૂટે છે ? A. ગુજરાત B. ગુજરાત C. ગુજરાત

સ્ટ્રોંગરૂમ, સિક્યોરિટી, અધિકારીઓ હોવા છતાં પણ પરીક્ષાના પેપર લીક થઈ જાય છે, કારણ કે ચોકીદાર ચોર છે.

આજે કોઇએ પણ અડપલાં કરવા નહીં, આખા ગુજરાતમાં નવ લાખ જેટલા ભડકેલા કોન્સ્ટેબલો ફરે છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY