Gujarat ની ભાજપ સરકારનો વિચિત્ર પરિપત્ર, વિધાર્થીઓને પંચર બનાવતા શીખડાવશે

0
371
Gujarat Bjp Government Strange Order They Teach Student To Repair Puncture

Gujarat ની ભાજપ સરકારે હવે વિચિત્ર પરિપત્ર બહાર પાડ્યો છે. જેને લઈને લોકોમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી છે. જેમાં મોટાભાગના લોકો સરકારના આ પરિપત્રને વાહિયાત ગણાવી રહ્યાં છે. જેમાં ગુજરાત સરકારે આ વર્ષે સરકાર પ્રવેશોત્સવની સાથે બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંચર બનાવતાં શીખવાડશે.

આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. બે ભાગમાં આ બાળ મેળો યોજાશે. ધોરણથી ૧ થી ૫ સુધી પ્રાથમિકમાં બાળ મેળો અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ ૬ થી ૮ મા લાઇફ જીવન કૌશલ મેળા નું આયોજન કરવામાં આવશે. વહિવટી તંત્રેએ બંને મેળામાં આયોજિત થનારી ગતિવિધિઓની યાદી પણ જાહેર કરી છે. જીવન કૌશલ મેળામાં વિદ્યાર્થીઓને ફ્યૂજ બાંધવા, સ્ક્રૂ લગાવવાનું, કુકર બંધ કરવાનું, ખીલ્લી મારવાનું અને ટાયર પંકચર બનાવવાનું કામ શીખડાવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બાળકોને ચીત્રકામ, માટીકામ રંગપુરણી, બાળવાર્તા, બાળ રમતો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, છાપકામ, કાતર કામ, ગાડી કામ, પપેટ શો, કાગળ કામ, હાસ્ય દરબાર, ગીત-સંગીત, અભિનય શીખવાડવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY