Gujarat માં ભાજપ મુશ્કેલીમાં , Una માં પીડિત દલિત પરિવાર ઘટના સ્થળે બૌદ્ધ મંદિર નિર્મિત કરશે

0
3379
Gujarat Bjp In Trouble Una Dalit Kand Victim Will Build Bodhh Temple At Place Of Clash

Gujarat માં ભાજપ સરકાર વિરુદ્ધ દલિતોનો આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં પણ ઉના દલિતકાંડ બાદ ભાજપ સરકારની આરોપી સામેની નબળી કાર્યવાહીએ દલિતોને અવગણનાને સ્પષ્ટ કરી દીધી છે. જેના પગલે ઉનાના બુદ્ધ પૂર્ણિમાએ ઉના દલિત કાંડના પીડિત પરિવાર સહિત ૩૦૦ દલિતોએ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેની બાદ હવે Una ના પીડિત દલિત પરિવાર ઘટના સ્થળે બૌદ્ધ મંદિર નિર્માણ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતના ઉનામાંના બે વર્ષ પૂર્વે ગૌરક્ષકોના હાથે દલિતોને માર મારવાની ઘટના સપાટી પર આવી હતી. ત્યારબાદ પીડિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના બાદ દલિત સમુદાય હજુ પણ નારાજ છે. ધર્મ પરિવર્તન કરી લીધા બાદ દલિત પરિવારના સભ્યોએ કહ્યુ હતુ કે હિન્દુ ધર્મમાં તેમને પુરતુ સન્માન મળ્યુ ન હતુ. હાલમાં ઉના કાંડના પીડિત દલિત પરિવારે પોતાના પરિવારના સભ્યોની સાથે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો.

ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. બંધારણમાં આપવામાં આવેલા અધિકાર હેઠળ ધર્મ બદલવાની પરંપરા હાથ ધરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૬માં ચાર દલિત પીડિતોને નિર્દય રીતે માર મારવામાં આવ્યા હતા. ચાર દલિત પીડિતો વસરામ, રમેશ, અશોક અને બેચર નામના યુવકોને અર્ધનગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં દલિત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું.

આશરે દોઢ વર્ષ પહેલા ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારોને ગૌરક્ષકોએ બેરહેમીથી જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરના દલિતોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. હાલમાં ઉનાના પીડિત પરિવાર સહિત ૩૦૦ જેટલા લોકોએ વિધિવત્‌ રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY