ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા અને હિજરત વચ્ચે ભાજપના સાબરકાંઠાના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના વાયરલ થયેલા વિડીયોએ ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. એક તરફ ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર લોકોને ભડકાવવાનો આક્ષેપ મૂકી રહી છે અને વિડીયો વાયરલ કરી રહી છે. તેવા સમયે ભાજપના ધારાસભ્યના આ વિડીયો ભાજપને પણ મુંઝવણમાં મૂકી દીધો છે.
જેમાં ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો જે વિડીયો સામે આવ્યો છે. તેમાં તેમણે સીએમ રૂપાણીના ૮૦ સ્થાનિક લોકોને રોજગારી આપવાની વાત કરી છે. આ વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે આ માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે. બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિઓને લોકો છે. પરંતુ સરકારે હમણાં જ વિજયભાઇએ જાહેર કર્યું કે જે કોઇપણ ફેક્ટરીઓમાં ૮૦ ટકા સ્થાનિક લોકો હોવા જોઇએ. હું તાત્કાલિક ફેક્ટરીઓનો સર્વે કરાવીશ અને જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં ૫૦ ગામના લોકો અહીં હાજર છે ત્યારે કહું છું કે,આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ.