Gujarat માં CID ક્રાઈમે ભાજપ નેતા નલીન કોટડીયા વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી

0
1264
Gujarat CID Crime Issue Look Out Notice For Arrest Bjp Leader Nalin Kotadiya In Bitcoin Scam

Gujarat માં બીટકોઈન કૌભાંડમાં CID ક્રાઈમે ભાજપ નેતા નલીન કોટડીયા વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે. છેલ્લા ઘણા સમયથી બીટકોઈન કૌભાંડમાં સંડોવણી અંગે પૂછતાછ માટે સમન્સ બજાવવામાં આવ્યા હતા. તેમ છતાં તે હાજર ન થતા તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જરી કરવામાં આવ્યો હતો. તેમજ તે વિદેશ ના ભાગી જાય તેના લીધે સીઆઈડી ક્રાઇમે એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જારી કરી દીધી છે. દેશના તમામ એરપોર્ટ પર જાણ કરી દેવાઈ છે. ગમે ત્યાંથી કોટડિયાને પકડીને હાજર કરવા માટે અધિકારીઓને તાકિદ કરાઈ છે. કોટડિયા લાંબા સમયથી ભૂગર્ભમાં છે. બિટકોઈન મામલે સીઆઈડી તેમને શોધી રહી છે.

Bitcoin કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ નિશ્ચિત થઈ છે. જેમાં આરોપી કિરીટ પાલડીયાએ ધરપકડ બાદ કોટડીયાને પણ આ કૌભાંડના નિશ્ચિત હિસ્સો આપવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ તે રકમ સીઆઈડી ક્રાઈમે નલિન કોટડીયાના અંગત વ્યકિત પાસેથી કબજે પણ લીધી છે. જેની બાદ નલિન કોટડીયાને બે વાર સમન્સ બજાવ્યા છતાં તે હાજર થયા ન હતા. બીજી બાજુ કોટડીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના વિગતો પણ સામે આવી છે. બિટકોઇન કૌભાંડમાં થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની નિર્દોષતા અને ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લો પાડવાની મોટી વાતો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હવે કિરીટ પાલડિયાની ધરપકડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે, હવે સીઆઇડી ક્રાઇમનો ગાળિયો તેમની પર કસાઇ ચૂકયો છે.

ઉલ્લેખનીય છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. પાલડિયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કેસની વધુ તપાસના ભાગરૂપે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને સમન્સ જારી કરી બોલાવ્યા હતા.પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જેથી સીઆઇડી ક્રાઇમે હવે વધુ એક તકના ભાગરૂપે કોટડિયાને હાજર થવા સમન્સ જારી કરવાની તજવીજ હાથ ધરી બોલાવ્યા હતા.

જો કોટડિયા હાજર નહીં થતા સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ કેસમાં તેમની વિરૂધ્ધ વોરંટ જારી કરી બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ માટે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આગળની કાર્યવાહી માટેની લગભગ તમામ તૈયારીઓ કરી રાખી છે. સીઆઇડી ક્રાઇમની તપાસ જોતાં હવે નલિન કોટડિયા પર પણ ગાળિયો કસાઇ ચૂકયો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY