Gujarat માં ફરી શરૂ થઈ CM Rupani ના રાજીનામાની અટકળો

0
5322
Gujarat CM Rupani Resign Speculation Start Once Again

Gujarat માં મુખ્યમંત્રી તરીકે CM Rupani ની નિયુકિત બાદ ભાજપમાં શરૂ થયેલો ગણગણાટ હજુ પણ યથાવત હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલમાં જ નીતિન પટેલ સાથે થયેલા વિવાદ અને ત્યાર બાદ હાઈ કમાન્ડની દરમ્યાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. જો કે હાલમાં સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ હાઈ કમાન્ડ હવે સીએમ રૂપાણીના નેતુત્વમાં લોકસભા ચુંટણી લડવાના મૂડમાં નથી. જેમાં પણ હાલ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ફરી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવા સમયે ભાજપ માટે લોકસભા ચુંટણી મુશ્કેલ બને તેમ છે.

જેના પગલે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાઈ કમાન્ડ દ્વારા સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવશે. તેમજ તેમના સ્થાને કોઈ પાટીદારને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી પણ શકયતા છે.

ઉલ્લેખનીય છે કે , થોડા સમય અગાઉ પણ Gujarat સીએમ રૂપાણીના વળતા પાણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેમજ તેમને લોકસભાની જવાબદારીમાંથી અળગા રખાયા બાદ રાજકીય વર્તુળમાં સીએમ રૂપાણીની હકાલપટ્ટીનો તખ્તો ધડાઈ રહ્યો હોવાની ચર્ચા વધુ વેગવાન બની રહી હતી. રાજ્યમાં એક તરફ થોડા સમય પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પડતા મુકવાની અફવાએ જોર પકડ્યું હતું અને નીતિન પટેલે ખુદ ટ્વીટર પર સંદેશ આપીને તેનો ખુલાસો કરવો પડ્યો હતો.

જેની બાદ ભાજપે લોકસભા ચુંટણી માટે બનાવેલી ૧૧ સભ્યોની ચુંટણી સમિતિમાં તેમને સમાવવામાં આવ્યા એટલું જ નહી તેમને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેમજ સીએમ રૂપાણીને તેમાંથી અળગા રાખવામાં આવ્યા છે. જેના પગલે ગુજરાતમાં નેતુત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગુજરાતમાં ભાજપ દ્વારા સીએમ બદલવાની ચર્ચામાં આટલું ઓછુ હોય તેમ ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અને પાટીદાર અગ્રણી મનસુખ માંડવીયાનું નામ સીએમ પદ માટે ચર્ચામાં આવ્યું હતું. જેને લઈને રાજકીય વર્તુળમાં આ મુદ્દો સતત ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY