Gujarat માં CM Rupani એ લીધો આ મોટો નિર્ણય

0
3766
Gujarat CM Rupani Take This Big Decision

Gujarat માં CM Rupani એ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં લગ્ન પ્રસંગે લોકોને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી.નિગમની બસ સરળતા એ ઉપલબ્ધ કરાવવામાં આવશે. CM Rupani એ અમદાવાદ માં માર્ગ વાહન વ્યવહાર નિગમ ની નવીન મધ્યસ્થ કચેરી તેમજ નવી બસ સેવાઓ નો પ્રારંભ કરાવતા આ જાહેરાત કરી હતી.

CM Rupani એ કહ્યું કે લગ્ન પ્રસંગ માટે 20 કી.મીટર સુધીની મુસાફરી માટે 1200 રૂપિયા ના ભાડે બસ મળશે.. 40 કી.મીટર સુધીની આવી મુસાફરી માટે 2000 રૂપિયા તેમજ 60 કી.મીટર સુધી ની મુસાફરી માટે 3000 રૂપિયા ના દરે એસ ટી બસ ની સેવાઓ નાગરિકો મેળવી શકશે.. વિજય ભાઈ રૂપાણી એ માર્ગ વાહન વ્યવહાર નિગમ ની સેવાંઓ ભરોસા પાત્ર વિશ્વસનીય અને આધુનિક બની રહી છે તે માટે કર્મયોગીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રી એ એસ.ટી નિગમ ના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ નું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને મેટ્રો લિંક બસ સેવાઓ નો શુભારંભ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે , સીએમ રૂપાણીએ આ નિર્ણય એટલે લીધો હતો કે કારણ કે છેલ્લા બે મહિના દરમ્યાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ખાનગી વાહન અકસ્માતમાં લગ્ન કે શુભપ્રસંગે જતા વાહનોનો અકસ્માત વધ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં એસ.ટી. બસ દ્વારા આ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તેવા સમયે લોકો પાસે માત્ર ખાનગી વાહનોનો જ વિકલ્પ રહેતો હતો. તેથી લોકો પાસે એક સરકારી સલામત અને સસ્તી બસસેવાનો વિકલ્પ મળી રહે તેના ભાગરૂપે આ સેવા પ્રારંભ કરવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY