ગુજરાતમાં લોકસભા ઈલેકશન પૂર્વે કોંગ્રેસે સંગઠનમાં વ્યાપક ફેરફારો કર્યા છે. જેમાં કોંગ્રેસે ૨૨ ઉપપ્રમુખ, ૪૩ મહામંત્રી, ૧૬૯ મંત્રી, ૬ પ્રોટોકલ મંત્રી અને ૭ સંયુક્ત મંત્રીઓ સાથે અન્ય હોદ્દેદારો સહિત કુલ ૪૦૧ હોદ્દેદારોનું માળખું જાહેર કર્યું છે.
જેમાં પ્રદેશ માળખાની સાથે કારોબારીની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ એક્ઝીક્યુટીવ કમિટી ૪૮ હોદ્દ્દારોને સમાવવામાં આવ્યા છે. તેમજ ૫૪ જેટલા વિશેષ આમંત્રિત સભ્યો નીમવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે સંગઠનના માળખાની જાહેરાત સાથે ૨૬ લોકસભા ઇન્ચાર્જની પણ નિમણુક કરી છે. જેમાં ૬ ધારાસભ્ય અને એક સાંસદને જવાબદારી સોંપવામાં આવી છે. આ સમગ્ર માળખાની જાહેરાત અને લોકસભા ઇન્ચાર્જની નિમણુક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી છે.
કોંગ્રેસે જાહેર કરેલું સંપૂર્ણ માળખું આ મુજબ છે :