ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય Lalit Vasoya આજે ભાદર નદી પ્રદુષણ મુદ્દે લેશે જળસમાધી, હાર્દિક પટેલ પણ પહોંચ્યા

0
1614
Gujarat Congress MLA Lalit Vasoya Will Take Jal Samadhi On Bhadar River Pollution Issue Hardik Patel Reach

ગુજરાતમાં કોંગ્રેસના જેતપુરના ધારાસભ્ય Lalit Vasoya એ ધોરાજીની ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે રજુઆતો બાદ પણ નિરાકરણ નહીં આવતા આજે જળસમાધી લેવાની જાહેરાત કરી છે. જેના પગલે તે હાલ સ્થળ પણ પહોંચ્યા છે અને ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સહિત લોકો એકત્ર થયા છે. આ સ્થળે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સ્થળે પહોંચ્યા છે. હાર્દિક પટેલ આ મુદ્દાને સમર્થન આપ્યું છે. જો કે આ સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું ક એ કે ભાદર નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીના લીધે ખેતી અને પશુઓને નુકશાન થઈ રહ્યું છે. તેને બંધ કરાવવાની અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી જેના પગલે મેં આ પગલું લેવાનો નિર્ણય લીધો છે.ભાદર નદીમાં જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટો દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કલર, કેમિકલ અને એસિડયુક્ત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ભાદર -2 ડેમમાં આવે છે. આ ડેમમાંથી ધોરાજી, માણવદર અને કુતિયાણા વિસ્તારને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે તેમજ ધોરાજી વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત ભાદર જૂથ યોજના બની ત્યાર બાદ અહીં આસપાસના ૫૨ જેટલા ગામમાં લોકોને ચામડી, કેન્સર અને કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદથી આવેલી મેડિકલની ટીમે પણ રિપોર્ટ આપ્યો હતો કે ધોરાજીના તાલુકાઓમાં આ પાણી પીવાથી ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. એક એક ગામમાં ચામડીના રોગથી પીડાતા ૫૦ થી વધારો લોકો છે. આ પાણી પશુઓને પણ પીવાલાયક નથી.

ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે મને જળસમાધિ લેતા રોકવામાં આવશે તો હું પ્રતિકાર કરીને પણ આ કાર્યક્રમ ચાલુ રાખીશ. હું લોકોના પ્રશ્નો કોઈ રાજકારણ કરવા માંગતો નથી. મારું આ અભિયાન બિનરાજકિય છે. હું માનું છું કે આ વિસ્તારના કેબિનેટ મંત્રી આ યુનિટોને બચાવી રહ્યા છે. તેમના કારણે જ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY