જસદણમાં કોંગ્રેસે ઉમેદવારી પસંદગી સાથે જ શરુ કર્યું ‘ જીતશે જસદણ જીતશે કોંગ્રેસ’ નું અભિયાન

0
1557
Gujarat Congress Start Jitshe Jasadan Jitse Congress Abhiyan After Candidate Decleration

ગુજરાતમાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી ૨૦ ડિસેમ્બરના રોજ યોજવાની છે. જેની માટે ભાજપ આ બેઠક પરથી કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા છે જયારે કોંગ્રેસે આ બેઠક પરથી અવસર નાકીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેના લીધે જસદણ વિધાનસભાની પેટાચુંટણી હવે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

કોંગ્રેસના નેતાઓએ આજે જસદણના ઉમેદવાર અવસર નાકીયાનું ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે જીતશે જસદણ . જીતશે કોંગ્રેસ ના નારા સાથે ચુંટણી સભાને સંબોધી હતી. તેમજ આ બેઠક પરથી કોંગ્રેસના કર્મઠ ઉમેદવાર અવસર નાકીયાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે બોલતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ ચુંટણી એ માત્ર કોંગ્રેસ પક્ષના જીત માટેની ચુંટણી નથી કોઈ વ્યકિતગત જીતની ચુંટણી નથી. પરંતુ આ ચુંટણી જસદણના માન અને સન્માન જાળવવાનો જંગ છે. આ ચુંટણીએ અધર્મ સામે ધર્મ અને અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે. આ જંગ એ પૈસાદાર લોકો સામે નીતિમત્તાનો જંગ છે. આ ઉપરાંત અમિત ચાવડાએ જસદણમાં કોંગ્રેસના કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. જેમણે અવસર નાકીયાની પસંદગી પર સહમતી દર્શાવી હતી. તેમજ અવસર નાકીયાએ પ્રજાનો માણસ છે અને પ્રજાની વચ્ચે રહેનારો માણસ છે.

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને મંત્રી બનેલા કુંવરજી બાવળિયા પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે લોકો જસદણમાં એવો ભ્રમ રાખે છે કે મારી સાથે સમગ્ર જસદણ આવશે.પરંતુ તે તેમની ભૂલ છે જસદણની પ્રજા વર્ષોથી કોંગ્રેસની સાથે છે અને રહેશે. તેમજ આપણે એવા વ્યક્તિને જવાબ આપવાનો છે જેણે સત્તાની લાલચમાં પ્રજા સાથે પણ વિશ્વાસધાત કર્યો છે.

આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ જસદણ લોકોને તળપદી ભાષામાં ભાજપને જડમુળથી ઉખેડી ફેકવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું આપણે ભાજપની દંભી સરકારને દુર ફેંકવાની શરુઆત જસદણ કરવાની છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY