Gujarat માં કોંગ્રેસ સંગઠનને મજબુત કરી ચુંટણીમાં વિજય મેળવશે : Amit Chavda

0
2507
Gujarat Congress Will Win Election Through Strengthen Organisation Said Amit Chavda

Gujarat માં પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી આપણે તાલુકા એટલે કે, બૂથ મેનેજમેન્ટથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પછી પ્રદેશ કક્ષાનું સંગઠનની રચના કરવાની કામગીરી હાથ ધરી છે. તેમજ તેમાં વડીલોનું માન સન્માન પણ જાળવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત કરવા તમામ પ્રયાસો કરવામાં આવશે. સંગઠનને મજબૂત કરવામાં આવશે અને સંગઠનના માધ્યમથી ચૂંટણીમાં વિજય મેળવાશે. તમામ જિલ્લા, તાલુકા, ગામડાઓમાં ઘર ઘર સુધી જઈને કોંગ્રેસનો પ્રચાર કરી સંગઠન કરવામાં આવશે. પક્ષને વફાદાર વ્યક્તિઓને પ્રાધાન્ય આપીને કામગીરી આપવામાં આવશે.

જનમિત્ર બનાવીને સાચા અર્થમાં મહેનત કરનાર કાર્યકર્તાઓને સન્માનીત કરવામાં આવશે. જનમિત્રો જે ખરા અર્થમાં કામ કરશે તેને આગામી ચૂંટણીમાં ટીકીટ આપીને કામ કરવાની તક આપવામાં આવશે. સંગઠનને પ્રાધાન્ય આપીને કામ કરે તેવા નવયુવાનોને તક આપવામાં આવશે. દર બુધવારે કોઈ પણ કાર્યકર્તા પ્રદેશ પ્રમુખને રજા વગર મળી શકશે.

પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનું સ્થાનિક કાર્યકર આગેવાનોએ જોમ જુસ્સા સાથે સ્વાગત કર્યું હતું. વિસ્તૃત કારોબારીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત કરવા સૂચનો કર્યાં હતા. પક્ષ તરફથી જે કોઈ સૂચન-માર્ગદર્શન-જવાબદારી સોંપાશે તે નિષ્ફાપૂર્વક કામગીરી કરીને આગામી લોકસભામાં કોંગ્રેસ પક્ષના વિજય માટે તન, મન, ધનથી કામે લાગી જવાની ખાતરી આપી હતી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY