Gujarat માં નાયબ સીએમ Nitin Patel ને કેબીનેટમાંથી પડતા મુકવાની શકયતા

0
10531
Gujarat Deputy CM Nitin Patel Will Remove From Cabinet In Reshuffle

Gujarat માં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં સરકારની રચના બાદ મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણીને લઈને ઉભો થયેલો અસંતોષે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી હતી. જેની શરુઆત નાયબ સીએમ નીતિન પટેલ જ કરી હતી. જેના પગલે હવે ભાજપે કેબીનેટની ફેરબદલની કવાયત હાથ ધરી છે. જેમાં સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેબીનેટ રીસફલ નીતિન પટેલને પડતા મુકવાની અને તેમના સ્થાને બીજા પાટીદાર નેતાને પ્રમોટ કરવાનો તખતો ધડાઈ ચુક્યો છે.

આ ઉપરાંત નીતિન પટેલ લોકસભા ચુંટણીમાં સાંસદની ચૂંટણી લડાવીને તેમને કેબીનેટમાંથી દુર કરવાની પણ ભાજપે રણનીતિ ધડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંતGujarat માં Team Rupani ના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને ભાજપના અસંતુષ્ટ મંત્રીઓ અને MLA નો ગણગણાટ તેજ થવા લાગ્યો છે..હજુ સુધી તેની તારીખ નક્કી કરીને જાહેર કરવામાં આવી નથી. જો કે હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતથી વિસ્તરણની અટકળો તેજ થઈ છે.

૧૪ મી વિધાનસભાની વિવિધ સમિતિઓના પ્રમુખોની નિમણુક પણ કરી દેવામાં આવી છે. જેમાં અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની, પંચાયત રાજ સમિતિના અધ્યક્ષ તરીકે રમણ પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જયારે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશના નામની જાહેરાત કરવામાં આવી છે.

જેથી હવે રૂપાણી સરકાર માટે લોકસભા ચુંટણી પૂર્વે મંત્રીમંડળનું વિસ્તરણનું મહત્વનું કામ બાકી છે. જેમાં ત્રણ નવા ચહેરા ઉમેરાય તેવી શક્યતા છે અને પાંચ સંસદીય સચિવની નિમણુક કરવામાં આવશે. આમ ૮ લોકોને ઉમેરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા અને પરસોત્તમ સોલંકીને કેબીનેટ મીનીસ્ટરનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY