ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીનો માત્ર ૩૦ ટકા જથ્થો, ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે

0
1500
Gujarat Dharoi Dam Have 30 Percent Of Water Create Trouble For Farmers

ગુજરાતમાં ચોમાસામાં પાછળના મહિનામાં પડેલા ઓછા વરસાદના પગલે પાણીની તંગી અનુભવતા ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ પાણીની તંગી ઉભી થવાની દહેશત વર્તાઈ રહી છે. તેમાં પણ ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં આ વર્ષે ચોમાસામાં માત્ર ૩૦ ટકા જેટલી જ આવક નોંધાઈ છે. જેના પગલે ઉનાળા પૂર્વે જ પાણીની સમસ્યા વ્યાપક બની રહી છે.
તેમજ પાણીનો આ જથ્થો જોતા સરકાર માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બનશે તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે

ધરોઈ ડેમમાં ગત ચોમાસામાં પાણીની ૮૫ ટકા આવક થઈ હતી. જેના લીધે આ વર્ષે પાણીની સમસ્યા ઉભી થઈ ન હતી. પરંતુ આ વર્ષે માત્ર ૩૦ ટકા જ પાણી ભરાતા પીવાના પાણીની સમસ્યા વ્યાપક બનશે.

તેમજ જો ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ આપવામાં આવશે તો આ સ્થિતિ વધુ વિકરાળ બને તેવો ભય સેવવામાં આવી રહ્યો છે. તેમજ હાલ જોવા જઈએ તો ધરોઈ ડેમમાં માત્ર પીવાના પાણી જેટલો જ જથ્થો સંગ્રહિત થયો છે. તેમજ આ વિસ્તારમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી કોઈ સ્થિતિ નથી. જેના લીધે આગામી દિવસોમાં ખેડૂતો માટે પણ સ્થિતિ કફોડી બનશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY