Gujarat માં ફી નિયમન મુદ્દે વિધાર્થીઓને ફાયદો, શાળા સંચાલકોને સુપ્રિમ કોર્ટની ફટકાર

0
1027
Gujarat FRC Issue Supreme Court Hit To School Management Student Got Benefit

Gujarat માં શાળા ફી નિયમન મુદ્દે સુપ્રિમ કોર્ટે વિધાર્થીઓને રાહત આપતો અને શાળા સંચાલકોને આંચકો આપતો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે શાળા તેમની ફી વધારાનો પ્રસ્તાવ ૨ અઠવાડીયામાં રજુ કરે અને જો પ્રસ્તાવ રજુ કરવામાં નહીં આવે તો સરકાર પગલાં લેશે. ગુજરાતમાં ૧૬,૦૦૦ માંથી ૧૮૬૩ શાળાઓએ ફીનો પ્રસ્તાવ આપ્યો નથી.

આ ઉપરાંત ઈતર ફી મુદ્દે પણ સુપ્રિમ કોટે સ્પષ્ટતા કરી છે કે ધોડેસવારી,સ્વીમીંગ અને ટ્રાન્સપોર્ટની જેવી ફી અનિવાર્ય ના હોઈ શકે. તેમજ આ અંગે સરકાર ઈતર ફીનું લીસ્ટ શાળાને આપશે. તેમજ શાળા વિધાર્થી અને વાલીઓ પર ઈતર ફી ભરવા અંગે દબાણ ના કરી શકે. આ કેસની વધુ સુનવણી ૧ મહિના બાદ હાથ ધરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે શાળા ફીનો પ્રસ્તાવ આપશે તેની બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે. સરકાર આ અંગે પત્ર લખીને શાળાને જાણ કરશે. આ ઉપરાંત સરકાર શાળાની જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર નિર્ણય કરી શકશે.

સુપ્રિમ કોર્ટના સુનવણીમાં એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે શાળા ટ્રાન્સપોર્ટ, ખોરાક,યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ ફરજિયાત બનાવી તેના વિશેની ફી લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલની રજૂઆતોને સ્વીકારી છે.સરકાર શાળાઓને આ બાબતે જાણ કરશે અને શાળાઓએ તેનો અમલ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ૩૦ માર્ચ ૨૦૧૭ના રોજ ગુજરાત વિધાનસભામાં ફી નિયમન કાયદો પસાર કર્યો હતો. જયારે ફી નિયમન કાયદાના નિયમો ૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ જાહેર થયા હતા. જ્યારે કે ૨૫ એપ્રિલ ૨૦૧૭થી કાયદાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.

આ ફી નિયમન કાયદા મુજબ પ્રાથમિક શાળાઓ માટે ૧૫ હજાર રૂપિયા,માધ્યમિક શાળાઓ માટે ૨૫ હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ૨૭ હજાર રૂપિયાની ફી નિર્ધારીત કરાઇ હતી. જોકે ગુજરાતની અનેક ખાનગી શાળાઓએ કાયદાના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફી નિયમન કાયદા માટે હાઇકોર્ટમાં ૮૦થી વધુ પિટીશન દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત Gujarat માં સરકારે લાગુ કરેલા ફી નિયમન કાયદાના વિરુદ્ધમાં શાળા સંચાલકોની સુપ્રીમમાં કોર્ટમાં જવાની પેરવીના પગલે સમગ્ર વાલી મંડળે ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ શાળા બંધનું એલાન આપ્યું હતું. જેમાં વાલીઓ એક દિવસ માટે સરકાર અને સંચાલકો સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે એક દિવસ માટે વિધાર્થીને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમજ વાલીમંડળે આ અંગે અન્ય વાલીઓને પણ અપીલ કરીછે તેવો સંચાલકો અને સરકાર વિરુદ્ધના વિરોધમાં સાથ આપવા પણ અપીલ કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY