ગુજરાત સરકારે લોકસભા ચુંટણી પૂર્વે જાહેર કરી બિનઅનામત જ્ઞાતિની યાદી

0
2399
Gujarat Government Declare Bin Anamat Cast List Before Loksabha Election

ગુજરાત સરકારે લોકસભા ચુંટણી પૂર્વે રાજયમાં બિનઅનામત જ્ઞાતિના ઉમેદવારોને લાભ આપવા માટે ૬૯ જેટલી બિનઅનામત જ્ઞાતિની યાદી બહાર પાડી છે. જેમાં સરકારે હિંદુઓની ૪૨, મુસ્લિમોની ૨૩ અને અન્ય ધર્મનું પાલન કરતા ત્રણ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જ્ઞાતિઓ એવી છે કે જે જનરલ કેટેગરીમાં છે જેને કોઈ કેટેગરીમાં અનામતનો લાભ મળતો નથી. આ અંગે રાજયના સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં બિનઅનામત જ્ઞાતિની યાદી બહાર પાડવામાં આવી છે.

ગુજરાતમાં બિનઅનામત જ્ઞાતિઓની યાદી :

બિનઅનામત જ્ઞાતિ હિંદુ  જ્ઞાતિઓ:

1 બ્રાહ્મણ 22 નાન્યેતર જાતિ (SC-ST-OBC સિવાય)
2 નાગર બ્રાહ્મણ/ નાગર 23 પુજારા
3 વળાદરા બ્રાહ્મણ 24 કેર
4 અનાવિલ બ્રાહ્મણ 25 ખડાયતા
5 ઔદિચ્ય બ્રાહ્મણ 26 ખત્રી
6 તપોધન બ્રાહ્મણ 27 કળબી, કણબી
7 મેવાડા બ્રાહ્મણ 28 લેઉવા પાટીદાર, પટેલ
8 મોઢ બ્રાહ્મણ 29 કડવા પાટીદાર, પટેલ
9 ગુગળી બ્રાહ્મણ 30 લાડ વાણિયા
10 સાંચોરા બ્રાહ્મણ 31 શ્વેતાંબર જૈન વાણિયા
11 સારસ્વત બ્રાહ્મણ 32 દિગંબર જૈન વાણિયા
12 શ્રીમાળી બ્રાહ્મણ 33 લોહાણા, લવાણા, લુહાણા
13 રાજપૂત, રજપૂત 34 મંડાલી
14 ક્ષત્રિય 35 મણિયાર
15 વાણિયા, વૈષ્ણવ શાહ 36 મરાઠા રાજપૂત (ગુજરાત રહેતા)
16 વૈષ્ણવ વાણિયા 37 મહારાષ્ટ્રીયન (ગુજરાતમાં સ્થાયી થયેલા)
17 ભાટિયા 38 દશા, વીસા જૈન
18 ભાવસાર 39 પોરવાલ જૈન
19 ભાવસાર(જૈન) 40 સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ
20 બ્રહ્મ ક્ષત્રિય 41 સોની, સોનાર, સુવર્ણકાર
21 ક્ષત્રિય પ્રભુ 42 સિંધી (OBC સિવાય)

બિન-અનામત મુસ્લિમ જ્ઞાતિઓ:

1 સૈયદ 13 મલિક (જે OBC/SEBCમાં ન હોય તે)
2 બલોચ 14 મેમણ
3 બાવચી 15 મોગલ
4 ભાડેલા (મુસ્લિમ) 16 મોમિન (પટેલ)
5 અલવી વોરા (મુસ્લિમ) 17 પટેલ (મુસ્લિમ)
6 દાઉદી વોરા 18 પઠાણ
7 સુલેમાની વોરા 19 કુરેશી (સૈયદ)
8 મુસ્લિમ ચાકી 20 સમા
9 જલાલી 21 શેખ (જે OBC/SEBCમાં ન હોય તે)
10 કાગઝી (મુસ્લિમ) 22 વ્યાપારી (મુસ્લિમ)
11 કાઝી 23 અત્તરવાલા
12 ખોજા

બિન-અનામત અન્ય ધર્માવલંબી જ્ઞાતિઓઃ

1 પારસી
2 ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે)
3 યહુદી

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY