Gujarat સરકારનો શિક્ષણ વિરોધી નિર્ણય, ભાડે રહેનાર વ્યકિતના બાળકને RTE નો લાભ નહીં

0
1459
Gujarat Government Strange Order Chiidren Of Rent Holder Not Given RTE Benefit

Gujarat માં ગરીબ અને જરૂરિયાત બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ માટે શરૂ કરાયેલી RTE અરજી કરવા માટે રાજ્ય સરકારે વિચિત્ર પરિપત્ર બહાર પાડ્યો હોવાનો કિસ્સો પ્રકાશ આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજી દેસાઈએ આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે તેમજ આ પરિપત્ર રાજ્ય સરકારની અણઆવડતનો ઉત્તમ નમુનો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

તેમજ તેમણે જણાવ્યું હતું કે રાજ્યસરકાર એ પરિપત્ર બહાર પડ્યો કે જે લોકો ભાડે રહેતા હોય તેના બાળક ને RTE હેઠળ નો લાભ નહિ મળે ગુજરાત ની ભાજપ ની સરકાર ને એ પણ ખબર નથી કે જે બિચારા પોતાનું મકાન નથી વસાવી શક્યા અને ભાડે રહે છે તેનાથી મોટું ગરીબ કોણ હોય ગુજરાત સરકારના આ નિર્ણય થી લોકો ખુબ નારાજ થયા અને રાજ્ય સરકાર તાકીદે આ નિર્ણય પાછો ખેંચે તેવી મારી રાજ્યસરકાર સમક્ષ માંગણી છે.

ઉલ્લેખનીય છે કે, Gujarat માં RTE એક્ટ હેઠળ પ્રવેશની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જો કે તેમાં પણ વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવાના હોવાથી અનેક મુશ્કેલીઓ નડી રહી છે. જયારે ફોર્મ ભર્યા પછી માત્ર પહોંચ આપવામાં પણ કેટલીક શાળાઓ બે દિવસથી ધક્કા ખવડાવી રહી છે તેવી ફરિયાદો મળી રહી છે. આ દરમ્યાન વાલીઓની એવી ફરિયાદ છે કે વેબસાઈટ ખુલતી નથી. તેમજ બે કલાક સુધી વેબસાઈટ ખુલતી નથી. તેમજ વેબસાઈટ આઉટ ઓફ સર્વિસ એવું લખાણ આવતા વાલીઓને રાહ જોવી પડે છે. પ્રવેશમાં છબરડા ન થાય તે માટે વોર્ડ પ્રમાણે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે RTE હેઠળ ખાનગી શાળામાં ગરીબો બાળકોને કુલ પ્રવેશમાં ૨૫ ટકા સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કપલ્સરી એજ્યુકેશન એકટ- ૨૦૦૯ અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાનું અમલમાં છે. જે બાળકો તા. ૧ જૂન,૨૦૧૮ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. તે બાળક પ્રવેશને પાત્ર છે. આર.ટી.ઇ હેઠળ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઇન તા. ૧૯ એપ્રિલ થી તા.૦૫ એપ્રિલ દરમ્યાન ભરી શકાશે. તેમજ ઓન ભરેલા ફોર્મ તા. ૮મી મે, ૨૦૧૮ સુધી નક્કી કરેલા કેન્દ્રો પર સ્વીકારવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY