Gujarat ના વર્ષ ૨૦૦૨ ઓડ હત્યાકાંડમાં ૧૪ આરોપીને આજીવન કેદની સજા યથાવત રાખતી હાઈકોર્ટ

0
1184
Gujarat HC upholds life term for 14 accused in 2002 Ode riots case

Gujarat માં વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં આણંદ જીલ્લાના ઓડ હત્યાકાંડમાં ૨૩ લોકોને જીવતા સળગાવી હત્યાના કેસના આરોપીની સજા અંગે હાઈકોર્ટે અગત્યનો ચુકાદો આપ્યો છે. આ હત્યાકાંડ ૧ માર્ચ ૨૦૦૨ના રોજ થયો હતો.જેમાં ગુજરાત હાઇકોર્ટની ડિવીઝન બેંચે પોતાનો ચુકાદો જાહેર કરતા નીચલી કોર્ટના ચુકાદાને બહાલી આપી છે . જે ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે અંશત ફેરફાર કરીને ૧૮ આરોપીઓમાંથી ૧૪ આરોપીને આજીવન કેદની સજા બરકરાર રાખી છે. જયારે ૪ આરોપીઓની સજામા ઘટાડો કર્યો છે.

આ હત્યાકાંડ અને ટ્રાયલ કોર્ટે ૨૩ લોકોને આરોપી ગણાવ્યા હતા. જેમાંથી ૧૮ લોકોને આજીવન કેસની સજા ફટકારી હતી. જયારે બાકીના સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.
જો કે આ અંગે હાઈકોર્ટનો ડીવીઝન બેન્ચે ગત મહીને આ કેસની સુનવણી પૂર્ણ કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. આ અંગે ૨૩ આરોપીએ હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી હતી. આ અંગે સુપ્રિમ કોર્ટે ગઠીત કરેલી એસઆઈટી આ હત્યાકાંડની તપાસ કરી રહી હતી. જો કે કેસમાં કુલ ૪૭ લોકો પર આરોપ મુકવામાં આવ્યો હતો

ઓડ ગામની ઘટના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ૫૮ કાર સેવકોને જીવતા સળગાવી દેવા બાદ રાજ્યમાં ઉભા થયેલી તણાવની સ્થિતિમાં ઘટી હતી. જેમાં ૨૩ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જો કે વર્ષ ૨૦૦૨ બાદ થયેલા ૯ હત્યાકાંડની તપાસ સુપ્રિમ કોર્ટ ગઠીત એસઆઈટી કરી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY