……તો ફિલ્મ ‘લવયાત્રી’ પર પણ ગુજરાત હાઈકોર્ટ મૂકી શકે છે સ્ટે

0
1132
Gujarat Highcourt Will Stay Film Love Yatri Release After Screening

ગુજરાતમાં ફિલ્મ લવરાત્રીને રીલીઝ નહીં થવા દેવાની જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન હાઈકોર્ટે આજે પ્રોડ્યુસરને ચેતવણી આપી છે કે જો આ ફિલ્મમા સમાજની લાગણી દુભાઈ તેવા દ્રશ્યો હશે તેની પર સ્ટે મુકવામાં આવશે. આ દરમ્યાન અદાલતમાં દલીલ દરમ્યાન પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે આ ફિલ્મનું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે.તેમજ આ ફિલ્મને હજુ સેન્સર બોર્ડે મંજુરી પણ આપી નથી. જયારે અરજદારે અદાલતમાં રજુઆત કરી હતી કે ફિલ્મનું નામ બદલી દેવાથી ફિલ્મના સીન બદલાતા નથી. ફિલ્મના નામના લીધે હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે.

અદાલતે પ્રોડ્યુસર જવાબ આપવા એક દિવસનો સમય આપ્યો છે. તેમજ જો આ ફિલ્મના લાગણી દુભાતા સીન હશે તો ફિલ્મ પર સ્ટે મૂકી દેવામાં આવશે. આ ફિલ્મ કોર્ટ નિહાળ્યા બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેશે તેમ પણ જણાવ્યું હતું.

સલમાનખાન પિક્ચરના ફિલ્મ ‘લવરાત્રી’નું નામ બદલીને ‘લવ યાત્રી’ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત સલમાન ખાતે પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મિનવાલ તરફથી કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મમાં સલમાનના બનેવી આયુષ શર્મા હીરો છે. જયારે અભિનેત્રી વારીના હુસૈન આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે . આ ફિલ્મ પાંચમી ઓક્ટોબરના રોજ રીલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY