લોકરક્ષક પેપર લીકકાંડમાં ભાજપના ત્રીજા કાર્યકરની ધરપકડ, મુખ્ય સુત્રધાર યશપાલ હજુ ફરાર

0
675
Gujarat Lokrakshak Paper Leak Kand Bjo Third Worker Arrested Main Culprit Yasapal Absconding

ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષામાં ભાજપના બે કાર્યકરની સંડોવણી બાદ ભાજપના ત્રીજા કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી અને મનહર પટેલ બાદ આ કેસમાં ભાજપ કાર્યકર જયેન્દ્ર રાવલ નું પણ નામ ખુલ્યું છે. જો કે પોલીસે આ કેસમાં સમગ્ર પેપર લીકના મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકીની પણ શોધખોળ હાથ ધરી છે, તેમજ યશપાલની ધરપકડ બાદ અનેક મોટા નેતાઓ નામ ખુલે તેવી શક્યતા છે.

આ ઉપરાંત આ ઘટનાની વિગત મુજબ ભાજપ નેતા મનહર પટેલની પૂછતાછમાં તેના ખાસ મિત્ર જયેન્દ્ર રાવલનું નામ ખુલ્યું છે. પોલીસે બાયડના સાંબઠા ગામના જયેન્દ્ર રાવલ નામના વ્યક્તિની અટકાયત કરી છે. જયેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપમાં સક્રિય કાર્યકર છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે તેની અટકાયત કરી હતી જયેન્દ્ર રાવલ બાયડના સાંઢબા ગામનો ભાજપનો પૂર્વ મહામંત્રી છે.

જો કે પેપર લીક કેસમાં નામ સામે આવતા જ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના અરજણ વાવના મનહર પટેલની તાત્કાલિક પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. મળતી માહિતી પ્રમાણે મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે જ્યારે મનહર પટેલ બાયડ પાલિકાની ચૂંટણી લડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપ સરકારની બેરોજગાર યુવાનો પ્રત્યેની અસંવેદનશીલતા ફરી એકવાર સપાટીએ આવી છે. જેમાં રવિવારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકરક્ષક દળની પરીક્ષાને પેપર લીક થતા બે કલાક પૂર્વે રદ જાહેર કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી એડીશનલ ડીજીપી વિકાસ સહાયે આપી હતી. તેમજ તેમણે આ મુદ્દે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની પણ માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પેપર લીક થવાની અમને જાણ થતા આ પગલું ભરવામાં આવ્યું છે. તેમજ આ અંગે આગામી પરીક્ષા એકાદ મહિના બાદ લેવામાં આવશે. આ પરીક્ષા રદ કરાતા ૯ લાખ જેટલા ઉમેદવારો અને વાલીજનોને હાડમારીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં ૯૭૧૩ લોકરક્ષકની જગ્યા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવા આવી હતી. જેમાં ૯ લાખ જેટલા યુવાનોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમજ પોલીસ વિભાગે આ પરીક્ષામાં પારદર્શિતા માટે તમામ શહેરોના ઉમેદવારોને ક્રોસ સેન્ટર ફાળવણી કરી હતી. એટલે કે અમદાવાદના ઉમેદવારને ભાવનગર અને ભાવનગરના ઉમેદવારને રાજકોટ સહિતના સેન્ટર ફાળવ્યા હતા. તેમજ પરીક્ષાના ત્રણ કલાક પૂર્વે ઉમેદવારોને હાજર રહેવા પણ આદેશ આપ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY