ગુજરાતમાં લોકરક્ષક પેપર લીકકાંડનો મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકીની ધરપકડ, પોલીસે શરુ કરી પૂછતાછ

0
984
Gujarat Lokrakshak Paper Leak Main Culprit Yashpalsinh Solanki Arrested Police Start Introgation

ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપરલીક કેસમાં આ કાંડના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. આ પેપરલીક કાંડના મુખ્ય આરોપી એવા યશપાલને પોલીસે બાતમીના આધારે મહીસાગર જીલ્લાના વીરપુર ગામેથી ધરપકડ કરી હતી. આ સમગ્ર પેપરલીક કાંડમાં દિલ્હીથી લીક થયેલા પેપરની આન્સર કી યશપાલ બાય પ્લેન દિલ્હીથી લાવ્યો હતો અને તેને મનહર પટેલને આપી હતી. આ સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી ૧૩ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમ પણ હાલ દિલ્હીમાં પેપર લીકકાંડની તપાસ કરી રહી છે.

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપરલીક કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી વડોદરા કોર્પોરેશનમાં ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ પેપર લીક કાંડ બાદ તે ગાયબ થઈ ગયો હતો. તે પેપરની આન્સર કી લાવ્યા બાદ સુરત પરીક્ષા આપવા માટે ગયો હતો. ત્યાર બાદથી પેપરલીકની વિગતો બહાર આવતા તે ફરાર થઈ ગયો હતો.

ગુજરાતમાં લોકરક્ષક પરીક્ષા પેપર લીક કાંડના તાર ગુજરાત બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ પેપર લીકકાંડ માટે વોટસએપનો સહારો લેવામાં આવ્યો હતો. તેમજ તેની માટે અનેક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્ય હતા. જેના પરથી જ ખબર પડે છે કે આ પેપર લીક માટે અનેક મહિનાથી તૈયારી કરવામાં આવી રહી હતી. તેમજ તેનો વ્યાપ પણ વધારે છે. આ સમગ્ર પ્રકરણમાં એક બાબત એ પણ સામે આવી છે કે કે યશપાલસિંહ સોલંકીનો ઉપયોગ તો માત્ર દિલ્હીથી પેપરની આન્સર કી લાવવા માટે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત યશપાલસિંહ સોલંકીની ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ બાદ સમગ્ર પ્રકરણની મૂળ સુધી પહોંચી શકે તેવી આશા છે. કારણ કે આના પરથી પોલીસ જાણી શકશે યશપાલને કોણે આન્સર સીટ લેવા માટે દીલ્હો મોલ્ક્યો હતો, તેમજ સુત્રોના જણાવ્યા અનુસાર યશપાલને માત્ર આન્સર કી લાવવા માટે જ એક કરોડ રૂપિયાની માતબાર રકમ આપવામાં આવી હતી. તો આ નાણા તેને કોણે ચૂકવ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY