ગુજરાતના લોકરક્ષક પેપર લીકકાંડનું મળ્યું દિલ્હી કનેક્શન, પોલીસે શરુ કરી તપાસ

0
1041
Gujarat Lokrakshal Paper Leak Delhi Connection Found Police Start Investigation

ગુજરાતમાં લોકરક્ષક પરીક્ષા પેપર લીક કાંડના તાર ગુજરાત બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ પેપર લીકકાંડ માટે વોટસએપનો સહારો લેવામાં આવ્યો હતો. તેમજ તેની માટે અનેક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્ય હતા. જેના પરથી જ ખબર પડે છે કે આ પેપર લીક માટે અનેક મહિનાથી તૈયારી કરવામાં આવી રહી હતી. તેમજ તેનો વ્યાપ પણ વધારે છે. આ સમગ્ર પ્રકરણમાં એક બાબત એ પણ સામે આવી છે કે કે યશપાલસિંહ સોલંકીનો ઉપયોગ તો માત્ર દિલ્હીથી પેપરની આન્સર કી લાવવા માટે કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં લોકરક્ષક પેપર લીકકાંડમાં પોલીસે રવિવાર આજે બુધવાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જયારે પાંચમો આરોપી યશપાલસિંહ સોલંકી હજુ ફરાર છે તેની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર યશપાલની ધરપકડ બાદ જ આગળની કડી મળી શકે તેમ છે. જો કે આ દરમ્યાન મૂળ ગુજરાતી અને હાલ દિલ્હીમાં રહેતા એક વ્યક્તિની પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. તેમજ પોલીસે એવી શંકા છે આ સમગ્ર મામલામાં ૧૦ થી વધારે લોકો સંડોવાયેલા છે. પરંતુ તે બધા અલગ અલગ રીતે પેપરલીકમાં જોડાયેલ હતા તેથી તે અંગે કડી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત પોલીસને મળેલી માહિતી બાદ દિલ્હીથી આન્સર કી મેળવ્યા બાદ યશપાલ સુરત પરીક્ષા આપવા માટે આવ્યો હતો. યશપાલનું છેલ્લું મોબાઇલ લોકેશન પણ સુરત જ હતું. પરીક્ષા રદ થયા બાદ ધરપકડના ડરે તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો અને ત્યાંથી ફરાર થયો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY