Gujarat માં મગફળી કાંડમા સામે આવ્યો CID ક્રાઇમનો ચોંકાવનારો ખુલાસો

0
3336
Gujarat Magfali Kand CID Crime Give This Statment

Gujarat માં મગફળી કાંડમાં CID ક્રાઇમે ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ગોડાઉનના માલિક નરેન્દ્ર ત્રિવેદી દ્વારા વેલ્ડીંગનું કામ કરાવાયું હતું. શેડના પતરા ઉડી જવાના કારણે વેલ્ડીંગ કરાવવામાં આવતું હતુ. આ ગોડાઉનમાં વીજ કનેકશન ના હોઇ બાજુના ગોડાઉનમાંથી વીજલાઇન ખેંચી વેલ્ડીંગ કરાવવામાં આવતું હતું. વેલ્ડીંગના કારણે આગ લાગી હોવાની વાત છુપાવવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વેલ્ડીંગના કારણે આગ લાગવાનું કારણ ફરી એકવાર સામે આવતાં સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, સમગ્ર કેસની તપાસ અને સેમ્પલીંગ પછી રિપોર્ટ રજૂ કરવા માટે તમામ એજન્સીઓને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેથી રિપોર્ટ બાદ જ કોઇ ચોક્કસ તારણ પર પહોંચી શકાશે. હાલના તબક્કે કોઇના પર દોષારોપણ કરવું યોગ્ય નહી કહી શકાય. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીના વડાની આ મોટી અને સારી વાતો બાદ અચાનક જ હવે શાપરના મગફળીના ગોડાઉનમાં બે જ દિવસમાં વેલ્ડીંગથી આગ લાગ્યાનું કારણ તપાસમાં લાવી દેવાયુ છે, જેને લઇને ફરી એકવાર હવે આગને લઇ સવાલો ઉઠયા છે.

સવાલો ઉઠી રહ્યા છે રાજય સરકારની વિશ્વસનીયતા અને તંત્રની કામગીરી પર. સવાલો એવા ઉઠી રહ્યા છે કે, દર વખતે મગફળીના ગોડાઉનમાં કેવી રીતે વેલ્ડીંગથી જ આગ લાગી જાય છે અને સીઆઇડી ક્રાઇમ તપાસ સંભાળે તેના બે જ દિવસમાં આગનુ કારણ વેલ્ડીંગ હોવાનું તપાસમાં ખુલી જાય છે. જેથી હવે સીઆઇડી ક્રાઇમ પણ ગુનો દાખલ કરવા મુદ્દે મૂંઝવણભરી સ્થિતિમાં છે.

જો કે, હવે આગામી દિવસોમાં તપાસનીશ એજન્સીનું શું વલણ રહે છે અને એજન્સીઓના રિપોર્ટમાં હવે શું સામે આવે છે તેની પર સૌની નજર મંડાઇ છે. શાપર ખાતેના મગફળીના ગોડાઉનમાં તા.૬ઠ્ઠી મેએ લાગેલી ભયંકર આગમાં રૂ.સાડા ત્રણ લાખથી વધુની મગફળી બળીને ખાખ થઈ ગઇ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY