ગુજરાતમાં જળસમાધી લેતા પૂર્વે Lalit Vasoya અને Hardik Patel ની પોલીસ અટકાયત

0
1707
Gujarat MLA Lalit Vasoya And Hardik Patel Detain By Police Before Jalsamadhi

ગુજરાતના જેતપુરના ધારાસભ્ય Lalit Vasoya અને Hardik Patel ની ધોરાજીના ભૂખા ગામે જળસમાધી સ્થળે જતા પૂર્વે જ પોલીસે તેમની અટકાયત કરવામાં આવી હતી. ભાદર નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતા હોવાની ફરિયાદ સાથે લલિત વસોયાએ જળસમાધી લેવાની જાહેરાત કરી હતી. જો કે આ પૂર્વે તેમણે સભા કરી હતી. તેમજ આ સભા સમાપ્ત થયા બાદ લલિત વસોયા અને હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.જો કે ભાદર ડેમ -૨ માં પ્રદુષિત પાણી મુદ્દે લલિત વસોયાની જળસમાધીની ચીમકી બાદ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જો કે આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે અમને પકડવાના બદલે નદીના કેમિકલ ઠાલવતા લોકોને પકડવાની જરૂર છે. આ સરકાર ઉદ્યોગપતિઓને છાવરી રહી છે અને સામાન્ય પ્રજાના પ્રશ્નોને ગૌણ સમજે છે. જયારે આ સ્થિતિ કોના લીધે ઉભી થઈ તેનો જવાબ પણ ભાજપ સરકારે લોકોને આપવાની જરૂર છે. ભાજપ સરકાર આ પ્રશ્ન હલ કરશે તો લોકોને શુદ્ધ પીવાનું અને ખેતીલાયક પાણી મળી શકે તે માટેનું આ આંદોલન છે. પરંતુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જેતપુરના ઉદ્યોગપતિની મિલીભગતે આ વિસ્તારના લોકોનું જીવન ઝેર કરી નાખ્યું છે. તેમજ જ્યાં સુધી આ પ્રદુષણ બંધ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY