ગુજરાતમા ધારાસભ્યોના પગાર-ભથ્થામાં ૨૫ ટકાનો વધારો, સરકારી તિજોરી પર કરોડોનો બોજ

0
780
Gujarat MLA Salary And Perks Increase By 25 Percent 10 Crore Burden On Government Exchequer

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં ૨૫ ટકાનો વધારો કરતું વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જેના લીધે રાજયની તિજોરી પર ૧૬ કરોડ રૂપિયાનો ફટકો પડશે. આ વિધેયક પસાર થતા ધારાસભ્યના પગાર ભથ્થા ૭૦,૩૯૭ થી વધીને ૧,૧૬,૩૧૬ થયા છે. જયારે મંત્રીઓનો પગાર ૧.૩૨ લાખ થયો છે. આ પગાર- ભથ્થાની અસર જાન્યુઆરી ૨૦૧૭થી અમલી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે., ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પગાર -ભથ્થા સુધારા વિધેયક બિલ ગૃહમાં રજુ કર્યું હતું. આ બીલને સરકારના એજન્ડામાં છેલ્લી ઘડીએ સામેલ કરતા વિપક્ષ નેતાની મંજુરી બાદ ગૃહમાં રજુ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ધારાસભ્યોના પગાર -ભથ્થામાં વર્ષ ૨૦૦૫માં કરવામાં આવ્યો હતો. આ બીલ ગૃહમાં રજુ કરતી વખતે દલીલો કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોને સતત જનસંપર્ક રાખવો પડતો હોય છે તેમજ લોકસંપર્ક માટે અલગ અલગ સ્થળોએ વ્યકિત અને અધિકારીઓની પણ નિમણુક કરવી પડે છે. જેના લીધે તેમના કામકાજનો સમય પણ ૧૫ થી ૧૭ કલાકનો થઈ જતો હોય છે. અલગ અલગ સ્થળોએ પ્રવાસ કરવો પડે છે અને સામાજિક પ્રસંગોમાં પણ હાજરી આપવી પડતી હોય છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે આ બીલ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. તેમજ હાલના જીવન નિર્વાહના ધારાધોરણને ધ્યાનના રાખીને મંજુર કરવામાં આવ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY