ગુજરાતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને જામીન મંજુર કરાયા, પાટીદારોમા ઉત્સાહનો માહોલ

0
420
Gujarat Patidar leader Alpesh Kathiria Got Bail Patidar Happy

ગુજરાતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના સુરત રાજદ્રોહ કેસમા જામીન મંજુર કરવામાં આવ્યા છે. આ પૂર્વે અલ્પેશ કથીરિયાને અમદાવાદમાં રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જો કે તે પૂર્વે જ સુરત પોલીસે તેમની રાજદ્રોહ કેસમાં ધરપકડ કરી હતી. તેમજ તે સમયે સુરત કોર્ટે તેમના સુરત રાજદ્રોહ કેસમાં જામીન આપ્યા ન હતા. જેના લીધે હાઈકોર્ટે એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં તેમને સુરત જેલમાં જ રહેવું પડ્યું હતું. જો કે આજે અદાલતે તેમના જામીન મંજુર કરતા તે આજે જ જેલમુક્ત થશે.

ઉલ્લેખનીય છે કે , ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજદ્રોહ કેસમાં ધરપકડ કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ૨૦ નવેમ્બરના રોજ જામીન આપ્યા હતા. જો કે આ પૂર્વે સુરત ક્રાઈમ બ્રાંચે ગઈકાલે અલ્પેશ કથીરિયાની સાત જેટલા અલગ અલગ કેસમાં ધરપકડ કરીને કબજો મેળવ્યો હતો. સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ૧૯ ઓગસ્ટના રોજ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી.

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જામીનને લઈને અલગ અલગ અગ્રણીઓ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે આ પાટીદાર સમાજની જીત છે અને તેના લીધે સમગ્ર ગુજરાતમાં આજે પાટીદાર સમાજમાં દિવાળી જેવો માહોલ ઉભો થયો છે.

જયારે આ અંગે ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયાએ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે સમાજ આંદોલન કરી રહ્યા હતા. તેથી હાઈકોર્ટે આજે જે રીતે જામીન આપી છે તેની પરથી ફલિત થયું છે. પાટીદાર સમાજના આંદોલનને કોઈ તોડી શકશે નહીં.આ જામીન અલ્પેશ કથીરિયાના પિતા ધનશ્યામ કથીરિયાએ જામીન બદલ ન્યાયતંત્ર અને પાસના કન્વીનરોનો આભાર માન્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY