ગુજરાતમાં પાટીદાર નેતા રેશમા પટેલે ૧૦ ટકા સર્વણ અનામત મુદ્દે આપી આ પ્રતિક્રિયા

0
1297
Gujarat Patidar Leader Reshma Patel Give Reaction On 10 Percent Savarn Anamat Bill

ગુજરાતમાં પાટીદાર નેતા રેશમા પટેલે ૧૦ ટકા સર્વણ અનામતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમજ ગુજરાતમાં પાટીદારોનો ઓબીસી અનામતની માંગ પર ધ્યાન આપવામાં આવે તેમ જણાવ્યું છે. આ અંગે રેશમા પટેલે જણાવ્યું છે કે ૧૦ ટકા સર્વણ અનામત બિલ મંજુર થયું છે તેનાથી સવર્ણ ગરીબ વર્ગને ફાયદો થશે. ગરીબોને હક્કમાં આ બિલનો હું સ્વીકાર કરું છું. કેટલાં ફાયદા થશે તેની કોઈ ટીપ્પણી અત્યારે કરી શકાય તેમ નથી. પરંતુ ગુજરાતમાં બિન અનામત વર્ગને ઓબીસીને સમાવવાનું ચાલી રહેલું આંદોલન અને આ ૧૦ ટકા અનામતને કોઈ લેવાદેવા નથી.તેમજ આ અનામતની ઓબીસીને મળતા ફાયદા સાથે તુલના કરી શકાય તેમ નથી. કારણ કે આ ૧૦ ટકા અનામત એ ઓબીસી અનામત નથી.

આ બાબત જનતાને સ્પષ્ટરૂપે સમજવી જોઈએ કે જે લોકો અને સંગઠન ઓબીસી અનામતની માંગને લઈને આંદોલન કરી રહતા હતા તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે અમારું આંદોલન ઓબીસી માટેનું હતું. તેમજ મેં અત્યાર સુધી જેટલા આંદોલનકારીના જવાબ સાંભળ્યા તે બધા ગોળમોળ છે. તેમજ હું સ્પષ્ટ કરવા માંગું છું કે જે લોકો ઓબીસી આંદોલનની માંગ કરી રહ્યા છે તેમને મારું સ્પષ્ટ સમર્થન છે.

રેશમા પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં આંદોલન બંધ થવાનું નથી તેમજ જો તે અંગે સ્પષ્ટતા પણ કરવામાં નહીં આવે તો આંદોલન મુદ્દો સમાજહિતમાં હતો કે નહીં તે પણ કોઈને ખબર નહીં પડે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY