ગુજરાતમાં પાટીદાર અનામતને લઈને ભાજપ ભીંસમાં મુકાયું, હાર્દિકે પટેલે અજમાવી આ તરકીબ

0
984
Gujarat Patidar Reservation Issue Bjp In Trouble Hardik Patel Apply This Technique

ગુજરાતમાં પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલે કરી વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. તેમજ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી,તેમને રજૂઆત કરી હતી કે કોંગ્રેસ ગૃહમાં પાટીદારોને અનામત માટે ખાનગી બીલ મુકે અને જો ભાજપ તેનો વિરોધ કરશે તો તે સ્પષ્ટ થઈ જશે કે ભાજપ પાટીદારોને માત્ર અનામતની લોલીપોપ આપી રહી છે વાસ્તવમાં અનામત આપવા માંગતી નથી. તેમજ ભાજપનો અસલી ચહેરો લોકોની સમક્ષ આવશે.

આ ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ચુંટણી પૂર્વે જે ફોર્મ્યુલાથી કોંગ્રેસ પાટીદારોને અનામત આપવા માંગતી હતી તે જ રીતે વિધાનસભામાં ખાનગી બીલ રજુ કરે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિધાનસભા મળવાની છે તેવા સમયે આ બીલ રજુ કરવામાં આવે.

આ ઉપરાંત હાલમાં જ મહારાષ્ટ્ર જે રીતે મરાઠાઓને અનામત આપવામાં આવી છે તે બીલને વિધાનસભામા મંજુર કરી દેવામાં આવ્યું હતું. તેમજ તેમાં એનસીપી અને કોંગ્રેસ પણ ટેકો આપ્યો હતો. તેવી જ રીતે ગુજરાત વિધાનસભાના પણ કોંગ્રેસ પાટીદારો માટે અનામત બીલ રજુ કરે તેને ભાજપ પણ ટેકો આપે તે ઇચ્છનીય છે. તેમજ આના પરથી અમને એ પણ ખબર પડી જશે કે પાટીદારોને અનામત આપવા અંગે ભાજપ અને કોંગ્રેસનું શું વલણ છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે પાસના તમામ કન્વીનરોએ આજે આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે ચર્ચા કરી હતી. તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ અંગે હકારાત્મક વલણ અપવાનતા અનામતની વિધાનસભામાં ચર્ચા માટેની હૈયાધારણ આપી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY