ગુજરાતમાં ભીંસમાં મુકાયેલી ભાજપ સરકારે નાના ઉદ્યોગો માટે ધિરાણની મંજુરી આપી

0
3357
Gujarat Rupani Government Approve 10,000 MSME Industry Finance Scheme

ગુજરાતમાં નોટબંધી અને તેની બાદ જીએસટીના ઝડપી અમલના પગલે રાજયમાં લધુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કગારે પહોંચ્યા છે. જેના પગલે વિપક્ષ કોંગ્રેસ અને અનેક સંગઠનોએ એમએસએમઈ ઉદ્યોગને પુનઃ જીવિત કરવા સરકારને માંગ કરી હતી. જેના ભાગરૂપે મોદી સરકારે દેશભરમાં એમએસએમઈ ઉદ્યોગ માટે ઓછા વ્યાજદરે એક કરોડ રૂપિયા સુધીની લોન ઝડપથી આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગુજરાતMA પણ ભીંસમાં મુકાયેલી રૂપાણી સરકારે તેને અનુલક્ષીને યોજનાની જાહેરાત કરી હતી.

જેના ભાગરૂપે ગુજરાતમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મધ્‍યમ, લઘુ અને સુક્ષ્‍મ ઉદ્યોગો (MSME)ને સરળ, ઝડપી અને પારદર્શક ધિરાણ સુવિધા ઉપલબ્‍ધ બને તે માટે ભારત સરકારના નાણાં મંત્રાલય આયોજિત પી.એસ.બી. લોન ઇન ૫૯ મીનીટસ પોર્ટલનો વિધાનસભા અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીની સાથે શુભારંભ કરાવ્યો હતો.

પીએમ મોદીએ નવી દિલ્‍હીમાં દેશના ૮૦ જિલ્‍લાઓમાં MSME માટેના આ સીમાચિન્‍હરૂપ આયોજનનો શુભારંભ કરાવ્‍યો, તેની સાથે ગુજરાતમાં તેના શુભારંભ વડોદરાથી કરાવવામાં આવ્‍યો હતો. હવે MSME એકમો જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી જીએસટી અને આવકવેરા રીર્ટન્‍સ જેવા દસ્‍તાવેજોની મદદથી માત્ર ૫૯ મીનીટસમાં રૂા.૧ કરોડ સુધીનું ધિરાણની મંજૂરી મેળવી શકે તે આ પોર્ટલની વિશેષતા છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી તેમજ વિધાનસભાના અધ્‍યક્ષએ આ નવી સુવિધાને આધારે ધિરાણ મેળવનારા ૨૫ જેટલા MSME અરજદારોને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું તથા તેમને વિકાસની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં આ પોર્ટલની સુવિધા કાર્યાન્‍વીત થવાની સાથે દશ હજાર જેટલા MSMEઅરજદારોની ધિરાણ અરજીઓને મંજૂરી આપવામાં આવી જે ખાસ ઉલ્‍લેખનીય છે.

પીએમ મોદીએ ગરીબો, ગામડાઓ, કિસાનો, શોષીતો અને વંચિતો માટેની સરકારનું વચન પૂરૂં કર્યું છે એવી લાગણી વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે MSMEના વિકાસની ચિંતા કરી છે અને કાળજી લીધી છે. પ્રધાનમંત્રી સારા લોકોને સરળ અને ઝડપી ન્‍યાય અને સુવિધાઓ મળે તેની કાળજી લઇ રહયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે MSME વિપુલ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તેને અનુલક્ષીને ગુજરાત સરકારે MSMEના વિકાસ માટે અનેકવિધ પ્રોત્‍સાહક યોજનાઓ અને જોગવાઇઓ અમલમાં મૂકી છે. તેના અમલીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનું જંગી પ્રાવધાન રાજયના અંદાજપત્રમાં કર્યું છે.MSME માટે અલગ કમિશનરેટ કાર્યરત કરવામાં આવ્‍યું છે. તેમના માટે ઇન્‍સેન્‍ટીવ્‍સ, સબસીડીઓ, માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજીના અપડેશનની સરળતા જેવા આયામોને રાજય સરકારે અગ્રિમતા આપી છે.મખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે MSME એ સ્‍કીલ ઇન્‍ડિયાનું હાર્દ છે. MSME સારા અને નિકાસને યોગ્‍ય ઉત્‍પાદનો કરી શકે એ માટે આ ક્ષેત્રમાં કૌશલ્‍યવર્ધનની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. કુલ જીડીપીમાં MSMEનું મહત્‍વપૂર્ણ યોગદાન છે.મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે દેશમા ૭ કરોડથી વધુ MSME છે જે ૧૨ કરોડ જેટલી રોજગારી ની તકોનું સર્જન કરે છે. તેમણે કહયું કે ગુજરાત રાજયના દરેક જિલ્‍લાની એક બે ઉત્‍પાદનો સાથે સંકળાયેલી નવી ઓળખ ઉભી કરવામાં આવી રહી છે. વાઇબ્રન્‍ટ ૨૦૧૭માં જે ૨૫૦૦૦ થી વધુ MOUS થયા એમાં ૧૮ હજાર જેટલા MSME ક્ષેત્રના હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગુજરાતના ઔદ્યોગિક ઉત્‍પાદનો અને જીડીપીમાં ઝડપી અને નોંધપાત્ર વધારો થઇ રહયો છે. દેશની માથાદીઠ વાર્ષિક આવક રૂા.૧.૦૪ લાખ જેટલી છે. જયારે ગુજરાતની રૂા.૧.૫૪ લાખ જેટલી છે. જે ૪૫ ટકા વધારે છે.મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે MSME માટે વધુ સારા દિવસો, પ્રગતિના નવા યુગનો શુભારંભ થઇ રહયો છે. તેમને બેન્‍કોની સહાય ઝડપથી મળે અને બજારમાં વેચાણની સરળતા થાય એની કાળજી લેવામાં આવી રહી છે.

વડોદરાની વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસના હબ તરીકેની પ્રસ્‍થાપિત થતી જતી ઓળખનો મુખ્‍યમંત્રીશ્રીએ ઉલ્‍લેખ કર્યો હતો. તેમણે લોકોને દીપાવલીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને લોકો વધુને વધુ ખુશહાલ બને એવી શુભેચ્‍છાઓ વ્‍યકત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે ગુજરાત સરકારે મહિલાઓ અને અનુસુચિત જાતિ/જનજાતિઓના સાહસિકો ઉદ્યોગપતિ બને એવા પ્રોત્‍સાહનોની વ્‍યવસ્‍થા કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY