ગુજરાતમાં રૂપાણી સરકારે ‘ યુનિટી ‘ ના લીરેલીરા ઉડાવ્યા : જીગ્નેશ મેવાણી

0
1377
Gujarat Rupani Government Destroy Unity Allage MLA Jignesh Mevani

ગુજરાતમાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ ઉત્તર ભારતીયો પર થઈ રહેલા સતત હુમલાને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કમનસીબ ઘટના ગણાવી છે. તેમણે આ ગુનામાં અપરાધીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી છે.

તેમજ જીગ્નેશ મેવાણીએ રાજયની રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે જે ગુજરાતમાં ભાજપ સરકારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભી કરવામાં આવી રહી છે. તેવા સમયે દેશની એકતા અખંડતાને તોડવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં યુપી- એમ.પી અને બિહારના ભાઈ-બહેનોને ડરાવે છે અને તેમની પણ હુમલા કરે છે.
ગુજરાતમાંથી નીકળેલી પ્રાંતવાદની આગ સમગ્ર દેશમાં ફેલાય તે પૂર્વે તેને રોકવામાં આવવી જોઈએ .ગુજરાતમાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મમાં આરોપી બિહારનો વતની છે. સ્વભાવિક છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ અંગે અમારું માનવું છે કે . તેમણે આ ગુનામાં અપરાધીને કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ નલિયાકાંડનો રીપોર્ટ દબાવીને બેસેલી ભાજપ સરકારના રાજમાં ફેલાઈ રહેલો પ્રાંતવાદ શરમજનક ઘટના છે. રાજયમાં ફેલાવવામાં આવી રહેલા ભયના લીધે યુપી- એમ.પી અને બિહારના ભાઈ-બહેનો પોતાનો ધંધો રોજગાર અને નોકરી છોડીને પોતાના સામાન સાથે દુઃખ સાથે વતન ફરી રહ્યા છે. ગુજરાત માટે શરમજનક ઘટના છે.

આ ઉપરાંત પ્રાંતવાદનું ઝેર ફેલાવનાર લોકોને કોઈપણ રીતે છોડવામાં ના આવવા જોઈએ. આ અંગે મે ગુજરાતના ડીજીપી, ચીફ સેક્રેટરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને પણ વાત કરીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY