ગુજરાતમાં ” સ્ટેચયુ ઓફ યુનિટી” ને મળેલા દાન અંગે સામે આવ્યો આ વિવાદ

0
947
Gujarat Statue Of Unity Donation Money Come Under Controversy

Gujarat ના નર્મદામાં આકાર લઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચયુ ઓફ યુનિટીની પ્રતિમાને લઈને કેગના અહેવાલમાં ટીપ્પણી કરવામાં આવી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ ફૂટ ઉંચી પ્રતિમા માટે સરકારી કંપનીઓએ સામાજિક દાયિત્વના આધારે જે ધનરાશી આપી છે.તેને અયોગ્ય ગણાવી છે. તેમજ આ નિર્ધારિત જોગવાઈનો ભંગ છે.

કેગે સંસદમાં રજુ કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં પ્રતિમા અને સ્થળના નિર્માણ માટે પાંચ કેન્દ્રીય બોર્ડે ૧૪૬.૮૩ કરોડની રકમ સીઆરસી હેઠળ આપી હતી. જેમાં ઓએનજીસી ૫૦ કરોડ, ભારત પેટ્રોલીયમે ૨૫ કરોડ, ઇન્ડીયન ઓઈલે ૨૧.૮૩ કરોડ અને ઓઈલ ઇન્ડિયાએ ૨૫ કરોડ રૂપિયા આપ્યા છે.રીપોર્ટ અનુસાર આ કંપનીઓએ સીએસઆરની રકમ રાષ્ટ્રીય ઐતીહાસિક પરીસંપત્તી, કલા અને સંસ્કૃતિના સંરક્ષણ હેઠળ દર્શાવ્યા છે.

કેગે કહ્યું છે કે આ યોજનામાં કંપનીઓનું યોગદાન કંપની અધિનિયમની ૨૦૧૩ની સાતમી સૂચી અનુસાર સીઆરસી માનવામાં આવી શકે નહીં. કારણ કે આ ઐતિહાસિક ઘરોહર નથી. ગુજરાત સરકારે સરદાર પટેલની યાદના ૧૮૨ ફૂટ ઉંચી પ્રતિમા બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક એકતા ટ્રસ્ટ સંગઠની રચના કરી છે. આ સંગઠને સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજનાની શરૂઆત કરી હતી. ઓકટોબર ૨૦૧૮ સુધી તે પ્રતિમાનું કામ પૂર્ણ થવાનો અંદાજ છે તેની પર ૨૯૮૯ કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ ઓકટોબર ૨૦૧૪માં લાર્સન એન્ડ ટુર્બો કંપનીને આપ્યો છે.આ યોજના હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમા બનાવવામાં આવશે. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY