Gujarat માં પોલીસ કસ્ટડીમાં મહિલા સાથે શારીરિક છેડછાડ, ૩ પોલીસ કર્મી પર કેસ દાખલ

0
1459
Gujarat Women Sexual Harassment Case Register Against Three Policemen In Custody

Gujarat માં પોલીસ કસ્ટડીમાં જ એક મહિલા સાથે શારીરિક છેડછાડ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગુરુવારે આ કેસમાં પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત ત્રણ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપ છે કે આ ત્રણ પોલીસ કર્મચારીઓએ મહિલા સાથે શારીરિક છેડછાડ કરી હતી. આરોપી પોલીસ કર્મીઓની ઓળખ ભાભર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર જસવંત ચૌધરી , કોન્સ્ટેબલ રમેશ ચૌધરી અને સોમચંદ પરમાર તરીકે કરવામાં આવી છે.

ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૨૩,૩૫૪, ૫૦૪ અને ૧૬૬ અંતર્ગત ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ ત્રણે કર્મચારીની ત્યાંથી બદલી કરી દેવામાં આવી છે. જયારે ૨૭ એપ્રિલના રોજ આરોપીએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ ત્યારે કરવામાં આવી હતી જયારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે દરમ્યાનગીરી કરી અને એસ.પી ને આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાની સુચના આપી હતી.

આ સમગ્ર ઘટના પર નજર નાંખીએ તો પરિણીતા બનાસકાંઠા જીલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગઈ હતી. મહિલાનો આરોપ હતો કે તે તેમને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરતા હતા. ત્યારે પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેમજ તેને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં રોકી રાખી હતી. તેમજ તેને બીજા રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ચૌધરી અને પરમારે તેની શારીરિક છેડછાડ કરી હતી. ઘટના દરમ્યાન તે મદદ માટે રમેશને દરવાજો ખોલવા માટે બોલાવી રહી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY