Hardik Patel એ કાળા નાણા મુદ્દે બાબા રામદેવ પર કર્યો આ કટાક્ષ

0
4333
Hardik Patel Aggresive Attack On Baba Ramdev Over Petrtol Diseal Issue

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ કાળા નાણા દેશમાં પરત લાવવા મુદ્દે બાબા રામદેવ પણ કટાક્ષ કર્યો છે. જેમાં તેમણે ૯ ઓગસ્ટ ૨૦૧૨માં બાબા રામદેવે કરેલા એક નિવેદનને ટાંક્યું છે. તેમાં લખવામાં આવ્યું હતું કે જો દેશમાં કાળું નાણું પરત આવશે તો પેટ્રોલ ૩૦ રૂપિયા મળશે.

હાર્દિક પટેલે આ ટ્વીટ હાલમાં દેશમાં દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાને લઈને કરી છે. આ ઉપરાંત મોદી સરકારે પણ વર્ષ ૨૦૧૪માં વિદેશોમાં રહેલું કાળું નાણું પરત લાવવાના વાયદા સાથે લોકસભા ચુંટણીમાં વિજય મેળવ્યો હતો. તેમજ લોકોને ૧૫ લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જો કે મોદી સરકારના ચાર વર્ષ બાદ આ મુદ્દાઓ પર સરકારે કોઈ જ કામગીરી કરી નથી તેમજ આ મુદ્દા પર મૌન સેવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,ભાજપના રાજમાં હાલ Petrol – Diesel નો ભાવ મહત્તમ સ્તરે પહોંચ્યો છે. જેમાં પેટ્રોલનો ભાવ ૭૪.૪૦ પૈસા અને ડીઝલની કિંમત ૬૫.૬૫ રૂપિયા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જેના લીધે લોકો પર તેની અસર ઓછી કરવા માટે તેની પર લાગતા ટેક્સને ઓછો કરવાની માગ પણ કરવામાં આવી રહી છે. જેમાં ઓઈલ કંપનીઓ ગત જુન માસથી પેટ્રોલ અને ડિઝલની કિંમતો રોજની રોજ જાહેર કરતી હતી.આજે જાહેર થયેલી અધિસુચના અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૧૯- ૧૯ પૈસા લીટરે વધાર્યો છે.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધતા આ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત ૭૪.૪૦ પૈસા પર પહોંચી છે. જે વર્ષ ૨૦૧૩માં ૧૪ સપ્ટેમ્બરના રોજ બાદનું ઉચ્ચ સ્તર પર છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સૌથી વધારે છે. દેશમાં તેની કિંમતોમાં અડધો ભાગ માત્ર ટેક્સનો છે. નાણામંત્રી અરુણ જેટલીએ નવેમ્બર ૨૦૧૪ થી જાન્યુઆરી ૨૦૧૬માં ઉત્પાદન શુલ્કમાં નવ વખત વધારો કર્યો છે. ઉત્પાદન શુલ્કમાં માત્ર એક વાર ઓકટોબર માસમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY