Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધી છે સરકાર

0
3510

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ ખેડૂતોના પડતર મુદ્દે ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલ ભાવનગરમાં ઘોઘાના બાર ગામના ખેડૂતોની સરકાર દ્વારા જમીન પચાવવાના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને મળ્યા હતા.

1. Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધ...

આ સમયે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ બાર ગામ ના 5000 ખેડૂતો એ ભાજપ સરકાર ની નીતિ ઓ થી કંટાળી ને રાષ્ટ્રપતિ સમક્ષ આત્મહત્યા ની મંજૂરી માંગી છે.આ વાત ની જાણ થતાં જ હું આ ખેડૂતો ને મળવા ના આવુ તો ખેડૂત ના દીકરા તરીકે મને ધિક્કાર છે અને જો આજ વાત ને લઇ ને કોઈ મારો વિરોધ કરતું હોય તો એ વિરોધ મને મંજુર છે.આજે અસંખ્ય ખેડૂતો ની વચ્ચે જઇ ને તેમની તમામ સમસ્યાઓ સાંભળી અને તેમની આ લડાઈ માં હું પહેલો ઉભો રહીશ.

2. Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધ...

3.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, દોસ્તો છેલ્લે એટલું જ કહીશ કે હું પટેલ ની વાત એટલે કરું છું કેમ કે હું પટેલની કુખે જન્મ્યો છું અને આ મારો સમાજપ્રેમ છે,હું ખેડૂત ની વાત એટલા માટે કરું છું કેમ કે હું ખેડૂત નો દીકરો છું અને આ મારો ખેડૂતપ્રેમ છે,હું યુવાનો ની વાત એટલા માટે કરું છું કેમ કે હું ખુદ એક યુવાન છું અને જ્યારે હું ભારતરાષ્ટ્ર ની વાત કરું તો હું ભારતીય છું અને મારા આ કાર્ય ને કોઈ રાજનીતિ સમજતું હોયતો એ લોકો ને રાજનીતિ મુબારક છે.જ્યાં સુધી મારા ગુજરાત ના લોકો દુઃખી છે ત્યાં સુધી હાર્દિક પટેલ એ લોકો ની લડાઈ લડતો રહીશ.

4. Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધ...

5.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે જીપીસીએલ અને ૧૨ ગામના ખેડૂતો વચ્ચે જમીનના પગલે વિવાદ ચાલી રહ્યો છે. જમીનના પ્રશ્ને ભાવનગર જિલ્લાના ૧ર ગામના પરપ૯ લોકો જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માગણી કરી હતી.

6. Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધ...

7.

ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) અને બાડી-પડવા સહિત ૧૨ ગામોના ખેડૂતો વચ્ચે જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવાની માગણી સાથે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કંપનીએ માઈનીંગ કામગીરી શરૂ કરી દીધુ છે, જેના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

8. Hardik Patel એ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ખેડૂત વિરોધ...

9.

જમીનના પ્રશ્ને  બાડી ગામના બસ સ્ટેન્ડ પાસે આશરે ૮૦૦ પુરૂષ અને મહિલાઓ એકઠા થયા હતા અને ઈચ્છા મૃત્યુ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ પરપ૯ લોકોએ જમીનના પ્રશ્ને ઈચ્છામૃત્યુની માગણી કરી હતી . આ ઉપરાંત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી  હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY