હાર્દિક પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ભાજપ પર મુક્યો મોટો આક્ષેપ

0
3415
Hardik Patel Speak After Jayanti Bhanusali Murder Take Reference Of Haren Pandya Murder Investigation

ગુજરાતમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેવા સમયે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે હત્યા પાછળ ભાજપનો જ હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે કચ્છ ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાળીના મર્ડર વિશે જણાવ્યું હતું કે જે રીતે કચ્છની અંદર નલિયા કાંડ થયો અને પછી જે રીતે છોકરીઓ દ્વારા ભાનુશાળી પર આરોપો કરવામાં આવ્યા તે જોતા મને લાગે છે કે ભાજપના લોકોએ જ આ હત્યા કરી હોય તેની તપાસ થવી જોઈએ. નવાઈની વાત એ છે કે તેમના જીવને ખતરો હોવા છતા તે શા માટે ટ્રેનમાં જઈ રહ્યા છે. આ વિશે તપાસ થવી જોઈએ નહીંતર હરેન પંડ્યાની માફક બધુ મીંડુ વળી જશે.

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર અને થોડા સમય પૂર્વે જ મહિલા સાથે બળાત્કારના મુદ્દે આક્ષેપોમાં ઘેરાયેલા કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વે ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેક્સ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી રેલ્વે વિભાગને આની જાણ રાત્રે બે વાગે થઈ હતી.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી સોમવારે રાત્રે ભુજથી સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદ આવવા માટે એસી કોચમાં બેઠા હતા. ત્યારે કટારીયા અને સુરબારી રેલ્વે સ્ટેશન વચ્ચે કેટલાક અજાણ્યા શખ્સોએ એસ કોચમાં પ્રવેશ કરીને તેમને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી. જેમાં એક ગોળી તેમની છાતીના ભાગે અને એક ગોળી આંખમાં વાગી હતી. જેની આ બાદ આ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY