Karnataka ભાજપના સરકાર રચનાના દાવા પર Hardik Patel એ કર્યો આક્રમક પ્રહાર

0
4520
Hardik patel attack Bjp Over Karnataka Unlawfull Government Formation

Karnataka માં ભાજપ તોડજોડ અને MLA ખરીદીને પણ સરકાર બનાવી જ લેશે તેમ પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ કટાક્ષ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરને લખ્યું છે કે જયારે ચાર બેઠક જીતીને પણ ભાજપ સરકાર બનાવી લે છે ત્યારે ૧૦૪ બેઠક જીતીને તો ભાજપ ચોક્કસ સરકાર બનાવી લેશે. જુઠું બોલીને, ધમકી આપીને, MLA ખરીદીને, બેઈમાની સરકાર બનાવવી, ગુપ્ત રીતે ભ્રષ્ટાચાર કરવો, દેશદ્રોહીને દેશભક્ત બનાવવો, મોટા ચોરોને ભગાડી મુકવા, ખોટા કેસ કરવા, નાટક કરવા, આંદોલનકારીઓને જેલમાં મોકલવા ભાજપથી શીખવાની જરૂર છે.

કર્ણાટકમાં હાલ રાજયપાલ વજુભાઈ વાળા સરકાર રચના માટે કોને આમંત્રણ આપશે તેની પર સૌની નજર છે. તેવા સમયે ભાજપના સીએમ પદના ઉમેદવાર યેદુરપ્પા કાલે સવારે ૯ વાગે સીએમ પદના શપથ લેશે તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે. આ ઉપરાંત ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પણ કહ્યું છે કર્ણાટકના લોકોની ઈચ્છા છે કે ભાજપ સરકાર બનાવે તેથી ભાજપ જ સરકાર બનાવશે. આ ઉપરાંત આજે કોંગ્રેસ અને જેડીએસની વિધાયક દળની બેઠક પણ મળી હતી. જેમાં અમુક ધારાસભ્યો ગેરહાજર રહ્યા હોવાની માહિતી પણ સુત્રો તરફથી મળી છે. જેને લઈને ભાજપ સરકાર રચના માટે વધુ ઉત્સુક જોવા મળી રહી છે.

ભાજપે સરકાર રચનાના પોતાના દાવાને વધુ મજબુત કરવા માટે આજે ભાજપ વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં બી.એસ.યેદુરપ્પાને સર્વાનુમતે નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેમજ યેદુરપ્પાએ દાવો કર્યો છે કે રાજ્યપાલ તેમને જ સરકાર રચના માટે આમંત્રણ આપશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY