હાર્દિક પટેલે રામ મંદિર નિર્માણ મુદ્દે કર્યો હતો ભાજપ પર આ કટાક્ષ

0
3369
Hardik Patel Attack On Bjp For Ram Mandir Construction Issue

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલેએ રામ મંદિર નિર્માણ મુદ્દે મે માસમાં ભાજપ પર આક્રમક કટાક્ષ કર્યો હતો જેમાં તેમણે કહ્યું છે કે મારા વતન ચંદ્રનગર ગામમાં ભગવાન શ્રી રામજીના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરને ગામમાં લોકોના સહયોગથી માત્ર ૫ મહિનામાં જ બનાવી દેવામાં આવ્યું છે. પરંતુ રામના નામ પર સત્તા હાંસલ કરનારા છેલ્લા ૩૦ વર્ષમાં અયોધ્યા રામમંદિરનું નિર્માણ નથી કરી શકયા. રામ રામ
hardik 09

હાર્દિક પટેલ પૂર્વે થોડા સમય પૂર્વે વિશ્વ હિંદુ પરીષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડીયાએ પણ રામમંદિર નિર્માણ મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. પ્રવિણ તોગડિયાએ તેમને વીએચપીના પ્રમુખપદેથી દુર કર્યા બાદ અમદાવાદમાં વીએચપી કાર્યાલય પર ઉપવાસ કર્યા હતા. આ દરમ્યાન Pravin Togadiya એ ભાજપની કમિટેડ વોટબેંક હિંદુઓ સાથે જ ભાજપે દગો કર્યો હોવાનું અને હિંદુઓની લાશ પર સત્તા પર આવી હોવાના મોટા નિવેદન પણ કર્યા હતા. આ ઉપરાંત મોદી સરકારે દેશભરના કરોડો હિંદુઓના વિશ્વાસને પણ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
Pravin Togadiya

ઉલ્લેખનીય છે કે આ અંગે પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે મારો વડાપ્રધાન મોદી સાથે કોઈ વ્યકિતગત ઝધડો નથી.તેમજ વાંરવાર મન કી બાત કરનારા પીએમ મોદીએ પણ આ મુદ્દે મૌન તોડવું જોઈએ. અમારો ના તો રાજકીય સત્તા માટે ઝધડો નથી. મોદી સરકાર રામમંદિર નિર્માણની વાત છેલ્લા ચાર વર્ષથી કરી રહી છે. પરંતુ સરકાર બન્યા બાદ તેમણે વાયદો પૂર્ણ કર્યો નથી.
togadiya

તેમણે કહ્યું કે જયારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે રામમંદિર નિર્માણની વાત કરતા હતા ત્યારે મોદી મંચ પર બેસીને તાળીઓ પાડતા હતા. ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ મોદી કહેવા લાગ્યા કે આ મામલો અદાલતમાં ચાલી રહ્યો છે. તો શું વર્ષ ૧૯૮૬માં જયારે રામજન્મભૂમિનું તાળું ખોલ્યું અને રામમંદિર માટે જયારે લાલકૃષ્ણ અડવાણીએ યાત્રા કાઢી ત્યારે આ કેસ અદાલતમાં ન હતો.

આ ઉપરાંત અયોધ્યા જે મંદિર બનાવવાની માંગ છે તે ભગવાન રામના મંદિરની છે તોગડિયાના મંદિરની નથી.આજે સરકાર પાસે જે સત્તા છે તેની મે હજારો હિંદુ જેલમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યાં છે. હું મારું માથું કપાવી દઈશ પરંતુ હિંદુ સાથે ગદ્દારી નહીં કરું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY