હાર્દિક પટેલે આ રીતે જણાવ્યો હતો અનામત આંદોલન પાછળનો મૂળ ઉદ્દેશ

0
7852
Hardik Patel Explain Main Object Behind Patidar Anamat Aandolan In Gujarat

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટના રોજથી આમરણાંત ઉપવાસ પર બેસવાના છે. જો કે તે પૂર્વે તેમની સામે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેના પગલે હાર્દિક પટેલે તેમના નિવાસ સ્થાને જ આંદોલન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ આ આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવવા માટે આહવાન પણ કર્યું છે. તેમજ હાર્દિક પટેલે યુવા પાટીદારોને અનામત આંદોલન પાછળનો મૂળ ઉદ્દેશ પણ સમજાવ્યો છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે કે જેમને મારાથી અથવા બીજા કોઈ પણ આંદોલન કરતા યુવાનો થી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી પણ આ આંદોલનને ખોટું સમજી ને,બદનામ કરી ને,સમર્થન બંધ કરતા નહીં.કારણ કે આંદોલન એ કોઈ એક વ્યક્તિનું નથી,તમારી આવનારી પેઢીને થતાં અન્યાય અને એમના ભવિષ્ય માટે છે.આંદોલન કરતો વ્યક્તિ કેવો છે એના કરતા સમાજને શું ફાયદો થશે એ મહત્વનો છે.આપણા બાળકો માટે નથી સરકારી નોકરી,નથી સારું શિક્ષણ,હવે તો ધંધાઓ પણ માંડ માંડ ચાલે છે.ખેતી કરી શકતા નથી અથવા તો જમીનો ટૂંકી થઈ ગઈ છે.

તો વિચારો કે આવતા ૨૦-૨૫ વર્ષે શું દશા હશે! ખાવાના પણ ફાંફા પડશે લખી રાખજો,માટે એક વાત તમારા મગજમાં બરાબર ફીટ કરી લેવી કે આંદોલન એ હવે આખરી રસ્તો છે.તમારા અને મારા પરિવારને સ્વમાનથી ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ વગર ક્યારેય કશું જ હાંસલ થતું નથી અને સમાજ વગર કોઈ પણ વ્યક્તિનું વજુદ નથી હોતું કોઈ પણ નેતા આગેવાન કે પક્ષ આપણા ઘર ચલાવી દેવાના નથી.માટે પાટીદાર સમાજને લડાઈમાં યથાશક્તિ યોગદાન આપવું તે સમાજના દરેક વ્યક્તિના હિતમાં છે અને આપણી સામાજિક ફરજ પણ છે.

આ લડત એ આપણે આપણા તથા આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાની છે કોઈ બીજા ઉપર ઉપકાર કરતા નથી.સમાજનું અસ્તિત્વ અને આન-બાન-શાન એ જ આપણી ઓળખ છે બાકી ભાજપ હોય કે કોંગ્રેસ રાજકીય પક્ષો તો જનતાની ટોપી છે મેલી થાય એટલે જ ધોઈ નાખવી પડે.એક જ વાક્ય નો મુદ્દો પાટીદારોને અનામત આપો અથવા ઘર ભેગા થાઓ.બીજી વાત અમારે સાંભળવી નથી અને કોઈ એવું સમજાવે કે પાટીદારોને બંધારણીય રીતે અનામત મળી શકે તેમ નથી તો એક જ જવાબ બંધારણમાં ક્યાંય લખેલું હોય કે પાટીદાર સમાજના અનામત ન મળી શકે એવું અમને બતાવો એટલે કાલથી અમે આંદોલનમાં નહીં જઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY