Hardik Patel ની આમરણાંત ઉપવાસની જાહેરાતે ભાજપની મુશ્કેલીઓ વધારી

0
2807
Hardik Patel Fast Declration Create Problem To BJP In Gujarat

ગુજરાતમાં પાટીદાર નેતા Hardik Patel ની ઓબીસી અનામત માટે હવે ૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની કરેલી જાહેરાતે ભાજપની ચિંતા વધારી દીધી છે. દેશભરમાં એક તરફ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી માટે ભાજપ કમર કસી રહ્યું છે. તેવા સમયે હાર્દિક પટેલની આ જાહેરાતે ભાજપને નવી વ્યૂહ રચના ધડવા મજબુર
કરી દીધું છે.

ભાજપે ગુજરાતની ૨૬ લોકસભા બેઠક મેળવવા માટે ઓબીસી વોટબેંકને કબજે કરવા માટે પ્રયાસો હાથ ધરી દીધા છે. તેમજ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પાટીદારો મતદારો ઘટતા ભાજપને પાતળી બહુમતી મળી હતી. જેના ભાગરૂપે જ ભાજપે કોળી નેતા કુંવરજી બાવળિયાને ભાજપમાં સ્થાન આપીને કોળી વોટબેંકને ભાજપ તરફ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ ઉપરાંત ભાજપ આગામી દિવસોમાં પાટીદાર મતબેંકને પણ કબજે કરવા માટે બોર્ડ નિગમોમાં નિમણુક કરીને પાટીદાર મતબેંકને અંકે કરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે હાલમાં જ શહેરી વિસ્તારમાં કોર્પોરેશનના હોદ્દેદારોમાં પાટીદારોને સ્થાન આપ્યું છે. આમ ભાજપ હવે પાટીદાર મતબેંકને જાળવી રાખવા માટે વધુ પ્રયાસો હાથ ધરવા પડશે.

Gujarat માં પાટીદાર અનામત આંદોલન હવે આક્રમક તબક્કામાં પહોંચ્યું છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પાટીદારને ઓબીસીના સમાવવાની લડાઈ કરી રહેલા હાર્દિક પટેલે હવે આક્રમક વલણ અપનાવતા ભાજપ સરકાર ભીંસમાં મૂકાઈ છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટના રોજથી પાટીદાર અનામત મુદ્દે અન્ન જળનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે અનામત માટે મારે જીવ પણ આપવો પડે તો હું તૈયાર છું .

હાર્દિક પટેલે ફેસબુકમાં જણાવ્યું હતું કે સમાજના લોકો માટે લડાઈ લડવા નીકળ્યો છું. લોકો મારી પર આક્ષેપ કરે છે મને કબુલ છે. પરંતુ સમાજ સાથ વિના આ લડાઈ લડવી શક્ય નથી. આ લડાઈ હું કઈ મારા એકલા માટે નથી લડી રહ્યો. મારી પર ૨૨ કેસ ચાલે છે અને તે મને ખબર છે કે તે ૧૫ ૧૫ વર્ષ સુધી ચાલવાના છે. મારી પર વિસનગરના કરવામાં આવેલા કેસની ૨૫ જુલાઈના રોજ સુનવણી છે જો સજા થશે તો ત્રણ વર્ષ જેલમાં જઈશ અને નિર્દોષ પુરવાર થયો તો ફરી સમાજ માટે આંદોલનમાં જોડાઈશ.

તેથી જ હું સમાજને કહું છે કે મને સાથ આપો અને સમાજની આ લડતમાં સહભાગી થાવ. તેમજ મને સમાજ માટે આ લડત લડતા કોઈ રોકી શકે તેમ નથી. આપણા લોકોને શાળા અને કોલેજમાં એડમીશન નથી મળતા રોજગારમાં અનામત નથી મળતી તેની માટેની આ લડાઈ છે. તેથી જ હું આ લડતને વધુ આક્રમક બનાવવા માંગું છું. તેમજ દારુબંધીની વિરોધએ કોઈ ગુન્હો નથી પરંતુ પોલીસ કિન્નાખોરી રાખે છે અને ખોટા કેસ દાખલ કરે છે તેનો પણ વાંધો નથી.

આ ઉપરાંત પાટીદાર અનામત અને મારી પ્રથમ પ્રાથમિકતા છે,જયારે બીજી પ્રાથમિકતા ખેડૂતોનો અન્યાય છે અને ત્રીજા ક્રમે યુવા બેરોજગારીનો મુદ્દો છે. તેમજ જો દારુબંધી માટે પણ લડાઈ લડવી પડશે તો પણ તે લડીશ. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે હું ૨૫ ઓગસ્ટના રોજથી પાટીદાર અનામત મુદ્દે અન્ન જળનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે અનામત માટે મારે જીવ પણ આપવો પડે તો હું તૈયાર છું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY