Hardik Patel એ PM Modi વિરુદ્ધ આપ્યું આ મોટું નિવેદન

0
2747
Hardik Patel gave this big statement Against PM Modi

ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ પીએમ મોદી વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વર્ષ ૨૦૧૯માં ફરી વાર મોદી સરકાર આવી તો દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે અને પછી દેશમાં ક્યારેય ચુંટણી નહીં યોજાય. તેમણે કહ્યું કે આરએસએસ વડાપ્રધાન મોદીથી નારાજ છે તેથી તે ઈચ્છે છે કે આગામી લોકસભા ચુંટણીમાં ભાજપની બેઠક ઘટે જેનાથી નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવામાં આસાની રહે.

હાર્દિકે પટેલ આ બાબતમાં વિદર્ભ યુથ ફોરમ તરફથી અકોલામાં સ્વરાજ ભવનમાં આયોજિત અલ્ગાર સંમેલનમાં કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં જવાન આત્મહત્યા કરી રહ્યા છે પરંતુ પીએમ મોદીને તેની ચિંતા નથી.તેમને તો માત્ર રાજ્યમાં પોતાની સરકાર કેવી રીતે બને તેની જ ચિંતા છે.

તેમણે વિદર્ભમાં ખેડૂતોને અપીલ કરી કે તે આત્મહત્યા ના કરે પોતાનો અવાજ બુલંદ કરે. અત્યાર સુધી ગુજરાતની જેલમાં રહ્યો છું હવે મહારાષ્ટ્રની જેલમાં રહેવું પડશે તો વાંધો નહીં હાર્દિક પટેલે સંમેલન પૂર્વે પત્રકારોને જણાવ્યું કે આપણે સત્તા પરિવર્તનના સ્થાને વ્યવસ્થા પરિવર્તન માટે એકજૂથ થવાની જરૂર છે.

હાલમાં ગુજરાત વિધાનસભા ચુંટણીમાં સક્રિય રહેલા હાર્દિક પટેલ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થયા છે. જેમાં કોંગ્રેસ મોદી સરકાર વિરુદ્ધ તેનો ઉપયોગ કરી રહી છે. આ અંગે આયોજક સુધીર ઢોણેએ કહ્યું કે આ સંમેલન સરકારનું વિદર્ભમાં ખેડૂત આત્મહત્યા, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આકર્ષિત કરવા માટે યોજવામાં આવ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY