Hardik Patel એ અનામત આંદોલન અંગેનું આપ્યું આ કારણ

0
2376
Hardik Patel Give This Reason For Patidar Anamat Aandolan

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ કહ્યું છે કે જયારે જયારે પ્રજાને પોતાના અધિકારો અને ઓળખથી દુર રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે વિશ્વમાં ક્રાંતિ થઈ છે . જેમાં ૭ જુન ૧૮૯૩માં ગાંધીજીને અંગ્રેજોએ તેમના અધિકારોથી દુર રાખવાનો પ્રયાસ કર્યો અને સ્વરાજની ક્રાંતિ થઈ, જયારે ખેડૂતોને દુર રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે સરદાર પટેલે ખેડૂતો માટે આંદોલન કર્યા. યુવાનોને તેમની આઝાદીથી દુર રાખવાના પ્રયાસ થયા ત્યારે ભગતસિંહે લડાઈની શરૂઆત કરી હતી.

આજે પણ સરકારી તાકતો ઘણા લોકોને તેમના અધિકારોથી દુર રાખવા માંગે છે અને આજે પણ એ જ ક્રાંતિ અને આંદોલન અને લડાઈ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel હવે મધ્ય પ્રદેશમાં પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે હાર્દિક પટેલ છેલ્લા ત્રણ દિવસથી મધ્ય પ્રદેશમાં અલગ અલગ જીલ્લામાં ખેડૂતો અને સામાન્ય લોકો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હાર્દિક પટેલે મધ્ય પ્રદેશમાં પણ ખેડૂતના હિતોના રક્ષણ માટે પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે આજે મંદસૌરમાં કર્યું કિસાન ક્રાંતિ સેનાના કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જેના માધ્યમથી આગામી દિવસમાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે લડત આપશે. તેમજ ખેડૂતોને તેમના મૂળભૂત અધિકારો અંગે જાગૃત કરવામાં આવશે.
Hardik Patel એ મધ્ય પ્રદેશના પ્રવાસ દરમ્યાન ખેડૂતો અને સામાન્ય લોકો સાથે જનસંપર્ક કરીને લોકોની સમસ્યા જાણી રહ્યાં છે. તેવા સમયે હાર્દિક પટેલે કેન્દ્ર સરકારને ખેડૂતોના દેવા માફ કરવાની અને પેટ્રોલ- ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતો પર કરવામાં આવેલા ખોટા કેસ પરત લેવાની પણ માંગ કરી છે.

હાર્દિક પટેલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ખેડૂત પુત્ર કહીને તે રાજ્યના ખેડૂતોને મુર્ખ બનાવી રહ્યા છે. રાજ્યમાં યુવાન બેરોજગાર છે અને રોજગારી માટે રાજ્ય બહાર જવું પડે છે. મામા શિવરાજે વંચિત સમુદાયના નામે માત્ર સત્તા મેળવવાનું કામ કર્યું છે. સુરક્ષાના નામ પર સીએમ હેલ્પલાઈન પર ફોન કરવાથી ફરીયાદી પર્ણ કાર્યવાહી કરવામાં આવે છે.ભાજપના ધારાસભ્ય માર્કેટ વિકાસના તમામ ફંડ વાપરી જાય છે. નર્મદા નદીમાં ગેરકાયદે ખનન કરવામાં ભાજપના ધારાસભ્યો જ સામેલ છે. નર્મદાના નદીના નામ પર નર્મદા પટ પર રહેતી જનતાને મુર્ખ બનાવવાનું કામ મુખ્યમંત્રીએ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY