ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પર હાર્દિક પટેલ પ્રચાર નહીં કરે

0
1686
Hardik Patel Not Campaign Against Bjp And Kunvarji Bavaliya In Jasdan By Election In Gujarat

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયેલા અને કેબીનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાએ જસદણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે શુક્રવારે વિધિવત રીતે ફોર્મ ભર્યું હતું. જયારે શુક્રવાર સુધી કોંગ્રેસમાંથી કોઈપણ ઉમેદવારે હજુ ફોર્મ ભર્યું નથી. જો કે આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચુકેલી જસદણ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની ના પાડી દીધી છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર નહીં કરવાનાં નિર્ણય અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનાં અનેક કાર્યક્રમોનું આયોજન થયેલું હોવાથી તે જસદણમાં પ્રચાર નહીં કરી શકે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૫થી સતત અનેક ચુંટણીઓમાં અને રાજ્ય બહાર પણ અનેક સ્થળોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલની જસદણ પેટા ચુંટણીમાં પ્રચાર નહીં કરવાની કરેલી જાહેરાતે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમજ હાર્દિક પટેલે અચાનક ભાજપ વિરુદ્ધ પ્રચાર નહીં કરવાની અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસનો અનામત અને ખેડૂતોના દેવા માફી અંગે ઘેરાવ કરવાની જાહેરાત રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક સર્જી દીધા છે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચુંટણીમા સૌરાષ્ટ્રમા હાર્દિક પટેલના રોડ અને સભાઓને લીધે જ ભાજપની બેઠક અને વોટ શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેમજ ભાજપની બેઠકો પણ ૧૧૪ થી ઘટીને ૯૯ સુધી સમિતિ થઈ ગઈ હતી. તેમજ આ ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષ મજબુત થયો હતો અને અનેક બેઠકો પર તેનો વિજય પણ થયો હતો.

જો કે આ પૂર્વે હાર્દિક પટેલની રાજકીય પક્ષ સાથે જોડાવવાની અટકળો તેજ થઈ હતી. તેમજ આ બંને ઘટનાઓને લઈને હાલ પણ એ જ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ આગામી દિવસોમાં જસદણ બેઠક પરથી પેટા- ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે રસાકસી ભરેલી રહેશે તે ચોક્કસ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY