Saurashtra ના આ ગામડાઓમાં થયો ચૂંટણીનો બહિષ્કાર, મતદાન થયું જ નહીં

0
8056
In the Villages of Saurashtra, Boycotting the Election, No Voting has Been Done

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી ગઈકાલે મતદાન પૂર્ણ થયું હતું. પરંતુ Saurashtra ના કેટલાક ગામોમાં પાયાગત સુવિધાઓ, પાણી સહિતના પ્રશ્નો અંગે સેંકડો મતદારોએ મતદાનનો બહિષ્કાર કરીને મતદાન કર્યું ન હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું તા. ૯ ડિસેમ્બરને શનિવારે મતદાન યોજાયું હતું. જેમાં મતદાતાઓમાં ચૂંટણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાંમાં ગામના મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

જેમાં રાજકોટના કાલાવડ વિધાનસભા મતક્ષેત્રના ગજાડી ગામના લોકોએ પાયાની સુવિધાઓના અભાવના કારણે પોતાનો વિરોધ દર્શાવવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

આ ગામમાં ૧૨૦૦થી વધુ મતદારો છે, પરંતુ ગામના એક પણ મતદાર દ્વારા મતદાન કર્યું નથી. આ અંગે ગામના લોકોનું કહેવું છે કે, ગામમાં પીવાના પાણીની સમસ્યા સહિતના મુદ્દાઓ અંગે સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવે છે.

મોરબીના કલેક્ટર અને ઈલેક્શન ઓફિસર પટેલે જણાવ્યું હતું કે, ગામના લોકોએ થોડાક મહિનાઓ અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે.

આ ગામમાં પાઈપલાઈન છે, પરંતુ ગામજનોની ફરિયાદ છે કે જેટલું પાણી આપવામાં આવે છે તે તેમના માટે પૂરતું પડતું નથી અને તેમને બીજી એક પાઈપલાઈનની જરૂરિયાત છે.

મતદાનના દિવસે એટલે કે શનિવારે અધિકારીઓ ગામમાં ગયા હતા અને ગામજનોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ગામજન મતદાન કરવા આવવા માટે તૈયાર થયું નહોતુ.

આ ઉપરાંત અમરેલીના ખાંભા તાલુકાના ભાણિયા ગામના લોકોની ફરિયાદ હતી કે, તેમના ગામમાં રોડ, પીવાના પાણીની સુવિધા, વાહન-વ્યવહારની સુવિધા જેવી પાયાની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી નથી.

આ ગામના આશરે ૧૦૦૦ મતદારોએ પણ મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગામના લોકોની માંગણી છે કે જ્યાં સુધી તેમના ગામને રસ્તા, પાણી અને રાજ્ય પરિવહનની બસની સુવિધા પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ પણ રાજકીય પક્ષ માટે મતદાના નહીં કરે.

આવી જ રીતે જામનગર જિલ્લાના કલ્યાણપુર ગામના ૬૧૨ મતદારોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. કારણ કે, આ ગામની નજીકમાં આવેલી તેમની પાણીની કેનાલ કોઈએ તોડી નાખી હતી. જેના કારણે આ ગામના લોકોને સવારે પાણી નથી મળતું.

જો કે સરકારી અધિકારીઓ દ્વારા તેમને અપીલ કરવામાં આવી હતી જેના કારણે બપોર બાદ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY