અમદાવાદ બાદ સુરતમાં પણ મેટ્રો રેલ શરુ કરાશે :વિજય રૂપાણી

0
2119
Metro Rail Start In Surat After Ahmedabad Principal Approval Taken Said CM Vijay Rupani

ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.સુરતમાં ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરત ને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મુકવામા આવેલા અમદાવાદના મેટ્રોના મોક-અપ કોચને સીએમ વિજય રૂપાણી જાહેર જનતાના નિદર્શન માટે ખુલ્લો મુકયો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું કે જાન્યુઆરી ૨૦૧૯ ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસત્રાલ થી એપેરલ પાર્ક ના 6.50 કી.મીટર ના રૂટ પર ટ્રાયલ રન કરાશે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અમદાવાદ માં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે.

તેમણે ઉમેર્યું કે સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરત ને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે.વિજય ભાઈ રૂપાણી એ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતા નો સહજ પરિચય આપ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY