ગુજરાતમાં પાટીદાર આંદોલનના નવો વળાંક , દિનેશ બાંભણીયાની રાજદ્રોહના કેસમા ધરપકડ

0
1694
New Turn In Patidar Anamat Andolan Dinesh Bambhaniya Arrest In Sedition Case By Crime Branch

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ સાથે શરુઆતથી હાર્દિક સાથે રહેનારા અને વિધાનસભા ચુંટણી સમયે હાર્દિકનો સાથ છોડીને ભાજપને આડકતરી રીતે મદદ કરનારા પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અચાનક રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી છે. તેમજ જણાવવામાં આવ્યું હતું કે બાંભણીયા સામે ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં તે અદાલતમાં હાજર નહીં રહેતા અદાલતના આદેશ પર ધરપકડ કરવામાં આવી છે.

જો કે આ પૂર્વે સોમવારે અમદાવાદની એક હોટલ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે આંદોલનની આગેવાની બાંભણીયાએ લીધી હતી. તેમજ ૨૬ નવેમ્બરના રોજ સાબરમતી જેલથી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીના આયોજનની પણ તેમણે જાહેરાત કરી હતી. આ બેઠકમાં હાર્દિક પટેલે સહિત પાસના પૂર્વ કન્વીનરો અને આંદોલનકારીઓ સહિત ૧૫૦થી વધુ લોકો હાજર હતા. જેની બાદ પાટીદાર કાર્યકરો અને હોટલ મેનેજર વચ્ચે તકરાર પણ થઈ હતી. જેની બાદ હોટલ મેનેજરે પોલીસ પણ બોલાવી હતી અને સ્થળ પર જબરજસ્તી કબજો કરવાની ફરિયાદ કરી હતી.

આ ઉપરાંત દિનેશ બાંભણીયાએ પ્રેસ કરીને જણાવ્યું હતું કે અમે બધ આંદોલનકારીઓ અલ્પેશ કથીરિયાની જેલમુકિત અને સમાજના મુદ્દાઓને લઈને એક મંચ પર આવ્યા છે. તેમજ અમે સમાજ હિતમાં આગળ લડત ચલાવીશું તેમજ આ મૌન રેલી બાદ આગામી કાર્યક્રમોની જાહેરાત કરીશું. આ મંચ પર કોઈ નેતા બનવા આવ્યું નથી. નેતા બનવું હોત તો અમે ૨૦૧૫માં પણ બની શકયા હોત. અમે માત્રને માત્ર અમારા ભવિષ્ય માટે લડાઈ ચલાવી રહ્યાં છીએ.

તેવા સમયે દિનેશ બાંભણીયાએ લીધેલની આંદોલનની જવાબદારીના પગલે સરકારના ઈશારે બાંભણીયાની ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે.જેના પગલે હાલમાં રાજ્યના ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં એક નવો વળાંક આવ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY