સત્તા માટે નહી અત્યાચાર વિરુદ્ધ સંધર્ષ જ અમારી રાજનીતિ છે : Hardik Patel

0
4669

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ફરી એક વાર તેમના અનામત માટેના સંઘર્ષ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાર્દિક પટેલેની આની સાથે જ રાજનીતિ અંગેના તેમના વિચારો પણ સ્પષ્ટ કર્યા છે. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે સત્તા માટે સંઘર્ષ પરંતુ અત્યાચાર વિરુદ્ધ સંઘર્ષ અમારી રાજનીતિ છે.

1. સત્તા માટે નહી અત્યાચાર વિરુદ્ધ સંધર્ષ જ અમારી રાજનીતિ ...

આ પૂર્વે પણ રાજકીય પક્ષ સાથે જોડાયા હોવાના આક્ષેપોને પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ તેમના વિરોધીઓને આપ્યો સણસણાતો જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું છે કે જે લોકો મને ખોટો કહે છે તે ભાજપમાં કેમ જોડાય છે. તેમજ હાર્દિકનો વિરોધ કરનારાઓ સમજવાની જરૂર છે કે અનામત આંદોલન શરૂ કર્યા બાદ જ ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજના અને બિન અનામત આયોગની રચના ભાજપે કરી છે. તેમજ સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદા પણ આંદોલનના લીધે જ વધી છે.

2. સત્તા માટે નહી અત્યાચાર વિરુદ્ધ સંધર્ષ જ અમારી રાજનીતિ ...

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે હાર્દિક પટેલ રાજકીય પક્ષમાં જોડાશે તેવી વાતો પણ જોરશોરથી ચાલી હતી. તેવા સમયે પણ હાર્દિક પટેલે કહ્યું હતું કે આ ઉપરાંત લોકો મારા વિષે વારંવાર રાજકીય પક્ષ જોઈન કરવાની વાત કરે છે. પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગું છું કે હું આગામી અઢી વર્ષ સુધી કોઈ પણ પક્ષમાં નહીં જોડાઉ. સરકાર ગમે તે આવશે અમારી આંદોલન માટેની લડત જ્યાં સુધી અનામત ના મળે ત્યાં સુધી સતત ચાલુ રહેશે.

3. સત્તા માટે નહી અત્યાચાર વિરુદ્ધ સંધર્ષ જ અમારી રાજનીતિ ...

હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઉપરાત હાલમાં ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને લઈને પણ આંદોલન શરુ કર્યું છે. તેમજ ગુજરાતમાં ભાજપ સરકારના અત્યાચાર જ્યાં જ્યાં આંદોલન ચાલતું હોય છે ત્યાં આંદોલનકારીઓને ટેકો આપવા પહોંચે છે અને તેમને સરકાર વિરુદ્ધ આંદોલનને ઉગ્ર બનાવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY