Paresh Dhanani એ પકડયો સાપ, વિડીયો થયો વાયરલ

0
909
Paresh Dhanani Caught Snake Video Viral In Gujarat

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા Paresh Dhanani નો સાપ પકડતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરેશ ધાનાણીએ પોતાના બંગલામાં ભૂલા પડેલા સાપને પકડીને તેને છોડી મુકતો વિડીયો તેમણે પોતે જ ટ્વીટ કર્યો છે. અને લખ્યું છે કે ” આજે “સાપ” પણ સરનામું ભૂલ્યો., “એરૂ” પકડતા ય આવડે હો ભાઈ.”

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર(ખડચીતરો) આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપ ને વશ કર્યો હતો. પરેશભાઇના આ સાહસથી તેમનો સ્ટાફ પણ અચંબામાં મુકાયો હતો. સ્ટાફને પછી ખબર પડી કે પરેશભાઈ સાપ પકડવાનો શોખ ધરાવે છે. ગણતરીની સેકન્ડમાં પકડેલા આ ઝેરી સાપ સાથે જીવદયા દાખવીને નજીકની નિર્જન જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હતો.

આ પૂર્વે પણ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગામડામાં ભેંસને દોહ્તો વિડીયો પણ વાયરલ થયો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY